શરમ: દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં ગંદકી ન ફેલાય તે માટે વૃદ્ધ ભિક્ષુકોને ટેમ્પોમાં ભરી બીજે ફેંકી દીધા!!!

દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં નગર નિગમના કર્મચારીઓએ સાફસફાઈને બદલે ભીખ માંગતા લાચાર-અપંગ વૃદ્ધોને ટેમ્પોમાં બળજબરીથી ભરી એક જગ્યાએથી ઉપાડીને અન્ય જગ્યા શિપ્રા વિસ્તારમાં ઉતારી દીધા હતા. એક જાગૃત નાગરિકે વીડીયો બનાવી પોલ ખોલતા લોકો ભારે ફીટકાર વરસાવી રહ્યાં છે. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી, કમલનાથ સહિતનાએ ટ્વીટ કરીને આકરી ટીકા કરી છે. હરકતમાં આવેલી શિવરાજ સિંહની સરકારે તુરંત જ પગલા લઈ વૃદ્ધોને શિફ્ટ કરવાની જવાબદારી સંભાળતા ડેપ્યુટી કમિશનરને સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. એ સાથે જ 2 કર્મચારીને પણ ટર્મિનેટ કરવામાં આવ્યા છે. નિયમ મુજબ તેઓને રૈન બસેરામાં શિફ્ટ કરવા જોઈએ પરંતુ આ કર્મચારીઓએ ઉપરીઓના આદેશને પગલે શહેર ગંદુ ન કરે તે માટે શહેર બહાર કરી દીધા હતા. બીજે તગેડાયેલાઓમાં અંધ, અપંગ, લાચારો પણ હતા. આ લોકો રસ્તા પર ન રહે તે માટે આ રીત અપનાવવામાં આવી. નગર નિગમના કર્મચારીઓએ વૃદ્ધોની સ્થિતિનો ખ્યાલ પણ ના રાખ્યો અને બસ, તેમને ગાડીમાં ધકેલવામાં આવતા હતા. જેમાં 10 જેટલા વૃદ્ધાે અને બે મહિલાઓ હતી.

Leave a Reply

Translate »