‘કચ્છ નહીં દેખા તો કૂછ નહીં દેખા….’ ની તર્જ પર કચ્છનો પર્યટક સ્થળ તરીકે થયેલા વિકાસની દુનિયા ભરમાં નોંધ લેવાઈ છે. ત્યારે વધુ ઍક પ્રદેશ કચ્છના રણોત્સવ થી પ્રેરણા લઈ મહોત્વનું આયોજન કરવા જઈ રહ્નાં છે. રણોત્સવની થીમ પર ભગવાની શિવની નગરીમાં કાશી મહોત્સવનું આયોજન કરાશે. તંત્રઍ ગંગા કિનારે કાશી મહોત્સવ નું આયોજન કરવાની તૈયારી હાથ ધરી છે. ગંગા નદીના કાંઠે ટેન્ટ સિટી બનાવવાની સાથે સ્થાનિક કલાકારોને રોજગારી આપવાનું આયોજન કરાયું છે. જેના માટે ગત મહિને સર્વે પૂર્ણ કરી મંજૂરી માટે ફાઇલ કલેક્ટરને મોકલી દેવામાં આવી છે.
મહત્વનું છે કે, ગત વર્ષે પણ રણોત્સવની થીમ પર ઓરિસ્સામાં ટેન્ટ સિટી બનાવવામાં આવી હતી. કચ્છનુ સફેદ રણ લાખો પર્યટકને આકર્ષી શકે છે તે વાત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જાણતા હતા. તેથી તેઓઍ ૨૦૦૭માં રણોત્સવ ની શરૂઆત કરી હતી. જેમાં દર વર્ષે ધોરડોમાં તૈયાર કરાયેલ ટેન્ટ સિટીમાં રણોત્સવનું આયોજન થાય છે. જેમાં દેશ-વિદેશથી લાખો પર્યટકો ધોરડોના સફેદ રણને જાવા આવે છે. જેનાથી પ્રેરણા લઈ અન્ય રાજ્ય પણ રણોત્સવની થીમને અપનાવી રહ્ના છે.
ધર્મ તેમજ સંસ્કૃતિની નગરી કાશીમાં મુસાફરો વધારો કરવા માટે ગંગા પાર રેતીમા રણ મહોત્સવ ઉજવવામાં આવશે. તેનો પ્રસ્તાવ શાસનને મોકલવાની સાથે ત્રણ વિભાગોને તેની જવાબદારી આપવામાં આવી છે. કાશીમાં હેવ ટેન્ટ સિટી પણ હશે, અને સંસ્કૃતિ વિભાગ તરફથી ખુલ્લામાં વિવિધ સાંસ્કૃતિક આયોજન કરવામાં આવશે. વારાણસી વિકાસ સંસ્થાન દ્વારા જગ્યાનો સરવે કરવામાં આવ્યો છે. કછુઓ સેન્ચ્યુરી પૂરી થયા બાદ સમગ્ર વિસ્તારને રણ મહોત્સવ માટે પસંદ કરાયો છે. તેમાં લગભગ ૪૫૦ હેક્ટર ભૂમિ પર મહોત્સવનું આયોજન કરવામાં આવશે.
કાશીમાં ર્ધામક આયોજનો, મેળા તેમજ પર્વ ઉત્સવોની સાથે જ રામનગરની વિશ્વ પ્રસિદ્ધ રામલીલાને કેન્દ્રમાં રાખીને રણ મહોત્સવની કલ્પના કરવામાં આવી છે. તે શરદીય નવરાત્રિથી વાસંતિક નવરાત્રિ ઍટલે કે સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી માર્ચ-ઍપ્રિલ સુધી આયોજિત કરવામાં આવશે. આ સમયમાં દુર્ગોત્સવ, દશેરા, રામનગરની રામલીલા, ભરત મિલાપ, દીવાળી, દેવદિવાળી, મકરસંક્રાંતિ, પ્રયાગરાજ કુંભ વગેરે તહેવારો આવે છે. મહોત્સવનું કેન્દ્ર રાજઘાટ પુલથી લઈને રામનગર કિલ્લાની વચ્ચે અંદાજે સાત કિલોમીટર સુધી ફેલાયેલું હશે. ટેન્ટ સિટીથી બનારસ પહેલા જ પરિચિત છે. પ્રવાસી ભારતીય સંમેલન દરમિયાન ઍઢે ગામમાં ૪૩ ઍકરમા ટેન્ટ સિટી બનાવવામાં આવી હતી. આવી જ રીતે રેતીમા ટેન્ટ સિટી બનાવવામાં આવશે. આ સ્થાઈ હશે, પરંતુ તેમાં સુવિધા ફાઈવ સ્ટાર હોટલ જેવી હશે.