પુણાગામ ભૈયાનગર વિસ્તારમાં આવેલ ભાગ્યલક્ષ્મી જેવલર્સની દુકાનમાં આજે સવારે સવ્વા અગિયાર વાગ્યાના આરસામાં બાઈક પર આવેલા અજાણ્યાઅોઍ દુકાનમાં ગોળીબાર કરી લેપટોપની બેગ લૂંટી ભાગી ગયા હતા. લૂંટારૂઅો દ્વારા કરાયેલા ફાયરિંગમાં કાઉન્ટર પર બેસેલા ઍક કર્મચારીને પગના ઘુંટણના ભાગે ગોળી વાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લોકોની સતત અવર જવર ધરાવતા વિસ્તારમાં સવારે બનેલા ફાયરિંગ લૂંટના બનાવને પગલે બારે ચકચાર મચી જવા પામ્પો છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઉપરાંત અધિકારીઅોનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પુણાગામ ભૈયાનગર વિસ્તારમાં ભાગ્યલક્ષ્મી જવેલર્સ નામની દુકાન આવે છે. માલીકે દુકાન ખોલી પુજા કરીને તેના કાઉન્ટર પર બેઠા જ હતા તે દરમિયાન સવ્વા અગિયાર વાગ્યાના આરસામાં બાઈક પર આવેલા ત્રણ અજાણ્યાઅો દુકાનમાં હથિયારો સાથે ઘુસી આવ્યા હતા. દુકાન માલીક હજુ કંઈ સમજે તે પહેલા લૂટારૂઅોઍ ફાયરિંગ શરુ કયું હતું. જેમાં લૂંટારૂઅોને પ્રતિકાર કરવા જતા આદર્શ પાઠક નામના કર્મચારીને જમણા પગમાં ઘુંટણના ભાગે ગોળી વાહતા ઇજા પહોચી હતી.લૂટારૂઅો દુકાનમાંથી લેપટોપની બેગ લૂંટી ભાગી ગયા હતા. બેગમાં ઘરેણા હોવાનુ કહેવાય છે. ઇજાગ્રસ્ત આદર્શ પાઠકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઉપરાંત ઉચ્ચ અધિકારીઅોનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ભાગ્યલક્ષ્મી જવેલર્સની દુકાનના સીસીફુટેજની સાથે આજુબાજુના વિસ્તારમાં સીસીફુટેજના આધારે લૂંટારૂઅોને પગેરુ દબાવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ભાગ્યલક્ષ્મી જવેલર્સની દુકાનના સીટીફેટેજમાં બે લૂટારૂ પૈસા ઍક માસ્ક પહેરીને અંદર આવેલા લૂંટારૂઍ કમરના ભાગમાંથી પિસ્તોલ બહાર કાઢી કાઉન્ટર પરથી અંદરના ભાગે ઘુસી લેપટોપની બેગ લૂંટી નાસી ગયો હતો.બેગમાં ઘરેણા હતા કે અન્ય વસ્તુ જે અંગે પોલીસ દ્વારા દુકાન માલીકની પુછપરછ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુણાગામ ભૈયાનગર વિસ્તાર સતત લોકોની અવર જવર રહે છે. ત્યારે આવા વિસ્તારમાંથી સવારે બનેલી ફાયરિંગ વીથ લૂંટની ઘટનાને પગલે લોકોમાં આક્રોષ જાવા મળ્યો હતો બનાવની જાણ થતા પુણા પોલીસ સહિત અધિકારીઅોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.