કેમ ‘આંદોલનજીવી’ થયું ટ્રેન્ડ? ખેડૂતો સહિત કેમ આગેવાનોએ પીએમ સામે નારાજગી વ્યક્ત કરી?

દેશના વડાપ્રધાને આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર રજૂ થયેલા ધન્યવાદ પ્રસ્તાવ પર એક નવા શબ્દનું પ્રાયોજન કર્યું અને તે શબ્દ હતો ‘આંદોલનજીવી’. વડાપ્રધાનના મોદીના આ શબ્દથી ખેડૂતોએ તો નારાજગી વ્યક્ત કરી જ છે સાથોસાથ અનેક રાજકીય-સામાજિક હસ્તીઓએ તેના પર તીખી પ્રતિક્રિયા આપી છે અને આ શબ્દ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો છે. પીએમ મોદીએ ગૃહમાં કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી આ દેશમાં ‘આંદોલનજીવીઓ’ની એક નવી જમાત પેદા થઈ છે જે આંદોલન વગર જીવી નથી શકતી. ખેડ઼ૂતોએ પણ આ વાતની ટીકા કરી છે. બીજી તરફ, મોદીએ ખેડૂતોને વાતચીતના મંચ પર આવવા અપીલ કરી છે. જેનો ખેડૂતોએ પણ વળતો જવાબ આપ્યો છે.

પ્રશાંત ભૂષણનું ટ્વીટ:

વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પીએમ મોદીના રાજ્યસભામાં પોતાના સંબોધન દરમિયાન આંદોલનજીવીવાળા નિવેદનની ટીકા કરી છે. પ્રશાંત ભૂષણે ટ્વીટ કરીને કહ્યું કે, જેઓ કાલ સુધી કહેતા હતા કે મે મારું રાજકીય કેરિયર આંદોલન કરીને બનાવ્યું છે, તેઓ આજે આપણા ખેડૂતોને નીચા બતાવવા માટે આંદોલનજીવી કહી રહ્યા છે. કૉંગ્રેસે પણ ટ્વીટ કરીને પીએમ મોદીના આંદોલનજીવીવાળા નિવેદનનો વિરોધ કર્યો.

કૉંગ્રેસે લખ્યું છે કે, જે વિચારધારાવાળા લોકોએ આઝાદીના સંઘર્ષમાં પોતાનું યોગદાન નથી આપ્યું, એ લોકોને આંદોલનની કિંમત ક્યારેય નહીં સમજાય.

વડાપ્રધાને માર્યો હતો ટોણો

આ પહેલા મોદીએ કહ્યું હતુ કે, દેશ શ્રમજીવી અને બુદ્ધિજીવી જેવા શબ્દોથી પરિચિત છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ દેશમાં એક નવી જમાત પેદા થઈ છે ‘આંદોલનજીવી’. તેમણે કહ્યું કે, વકીલોનું આંદોલન હોય, અથવા વિદ્યાર્થીઓનું આંદોલન હોય કે પછી મજૂરોનું. આ દરેક જગ્યાએ જોવા મળશે. ક્યારેક પડદા પાછળ, ક્યારેક પડદા આગળ. આ આખી ટોળી છે જે આંદોલન વગર જીવી નથી શકતી. આપણે આવા લોકોને ઓળખવા પડશે. તેઓ દરેક જગ્યાએ પહોંચીને વૈચારિક મજબૂતી આપે છે અને રસ્તાથી ભટકાવે છે. તેઓ પોતાના આંદોલન ઉભા નથી કરી શકતા અને કોઈ કરે છે તો ત્યાં જઇને બેસી જાય છે. આ તમામ આંદોલનજીવી પરજીવી હોય છે.

કેટલાક વડાપ્રધાનના આ નવા શબ્દની તારીફ પણ કરવા લાગ્યા અને ઈન્ડિયન પોલીટિક્સમાં નવો શબ્દ ઉમેરવા બદલ ખૂબ પ્રશંસા કરી. કેટલાકે ખેડૂતો અને તેમની તરફેણ કરનારાઓને ખરીખોટી પણ સુનાવી.

કૃષિ બિલ પર તમામ રસ્તાઓ ખુલ્લા છે

મોદીએ કહ્યું કે, અમે આંદોલનથી જોડાયેલા લોકોને પ્રાર્થના કરીએ છીએ કે આંદોલન કરવું તમારો હક છે, પરંતુ વૃદ્ધો પણ ત્યાં બેઠા છે, તેમને લઇ જાઓ, આંદોલન ખત્મ કરો. આગળ બેસીને-મળીને ચર્ચા કરીશું, તમામ રસ્તાઓ ખુલ્લા છે. આ બધું અમે કહ્યું છે અને આજે પણ આ સદનના માધ્યમથી આમંત્રણ આપું છું. તેમણે કહ્યું કે, આ ખેતીને ખુશહાલ બનાવવા માટે નિર્ણય લેવાનો સમય છે અને આ સમયને આપણે ના ગુમાવવો જોઇએ. આપણે આગળ વધવું જોઇએ, દેશને પાછળ ના જવા દેવો જોઇએ. તો બીજી તરફ, ખેડૂતોએ પણ કહ્યું છે કે, અમે વાતચીત કરવા તૈયાર છીએ.

Leave a Reply

Translate »