કપડા સૂકવતી મહિલાને જોઇ સામેથી પુરુષે છેડતી કરી

અમદાવાદ શહેરમાં લોકોની વિકૃત માનસિકતા છતી કરતો કૃષ્ણનગર વિસ્તારનો ઍક કિસ્સો સામે આવ્યો છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી ઍક મહિલાઍ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તે તેના ઘરની બાલ્કનીમાં કપડા લેવા માટે ગઇ હતી ઍ દરમિયાન તેની સામેના બ્લોકમાં રહેતા ચેતનભાઈ ઠક્કર તેના ઘરમાં ઊભા રહી તેનું પેન્ટ ઉતારીને ગુભાગ બતાવતા હતા. જેથી મહિલા ઘરમાં જતી રહી હતી. મહિલાનો આક્ષેપ છે કે, આ પહેલા પણ ચેતન ઠક્કરે આવી હરકત કરી છે. જેના કારણે મહિલાઍ પોલીસ ફરિયાદ કરી છે. જાકે, આ અંગે વધારે ઝઘડો થતાં ચેતનભાઇની પત્નીઍ પણ ફરિયાદી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. જાકે, આવું અનેક વખત બનતા મહિલાઍ તેની જાણ તેના પતિને કરી હતી. જેથી તેનો પતિ પણ બાલ્કનીમાં ગયો હતો. જ્યાં ઍમણે જાયું તો તેમના ઘરના સામેના બ્લોકમાં લાગેલા સીસીટીવી કેમેરા તેમના ઘર તરફ કરી રહ્ના હતા. જેનો વાંધો ઉઠાવતા ચેતનભાઈ અને તેમની પત્ની બિભત્સ ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા. જે બાદ ચેતનભાઈની પત્નીઍ ફરિયાદી મહિલાને ધમકી આપી હતી કે, તને અને તારા પેટમાં રહેલા બાળકને જાનથી મારી નાંખીશ અને ખોટા કેસમાં ફસાવી દઇશ. આમ મહિલાઍ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ ચેતન ઠક્કરની પત્ની ઍ પણ મહિલાના પતિઍ સોસાયટીમાં નહિ રહેવા દઉં, તને અહીંથી ભગાડી દઇશ તેવી ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

Leave a Reply

Translate »