પ્રયાગરાજમાં માઘ મેળાના ત્રીજા મહત્વના સ્નાનપર્વ મૌની અમાસ નિમિત્તે સંગમ તટ પર આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ મૌની અમાસના સ્નાન પર્વ નિમિત્તે સંગમ તટ પહોંચીને હોડી વડે સામા કાંઠે ગયા હતા અને ડૂબકી લગાવીને પૂજન કર્યું હતું. પ્રિયંકા ગાંધી વાડ્રા જાતે જ હોડી ચલાવીને ઘાટ પર પહોંચ્યા હતા અને નાવિકને ૨,૦૦૦ રૂપિયા આપ્યા હતા.
આ બધા વચ્ચે જ્યારે નૈનીની રહેવાસી સીમા સિંહે ભીડમાંથી પ્રિયંકા ગાંધીને બૂમ પાડી તો તેઓ સુરક્ષા ઘેરો તોડીને તેના પાસે પહોંચી ગયા હતા અને વાત કરતા કરતા તેને પોતાની સાથે ગાડી સુધી લઈ આવ્યા હતા. સંગમ પર સમય વિતાવ્યા બાદ તેઓ મનકામેશ્વર ખાતે જ બપોરનું ભોજન કરે તેવી શક્યતાને લઈ ફૂડ ઈન્સપેક્ટરે ભોજનનું નીરિક્ષણ કર્યું હતું.
પ્રિયંકા ગાંધી બપોરે ૧૧ઃ૪૦ કલાકે આનંદ ભવન પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસના નેતાઓઍ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમની દીકરી પણ તેમના સાથે જાવા મળી હતી. આનંદ ભવન પહોંચીને પ્રિયંકા ગાંધીઍ પોતાના પરદાદા અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના અસ્થિસ્થળે પુષ્પ અિર્પત કર્યા હતા અને તેમને યાદ કર્યા હતા. ત્યાર બાદ તેમણે લાંબા સમય સુધી અનાથ બાળકીઓ સાથે વાતચીત કરી હતી.
પ્રિયંકા ગાંધી શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી સાથે વાર્તાલાપ કર્યા હતા.