સલમાન ખાનને મળી રાહત: કાળિયાર કેસમાં ખોટા સાક્ષી અંગે સરકારની રીટ ફગાવાઈ

કાળિયાર શિકાર કેસમાં જાધપુર જિલ્લા કોર્ટ તરફથી બોલિવૂડ અભનેતા સલમાન ખાનને ગુરુવારે મોટી રાહત મળી છે. સલમાન ખાન તરફથી ખોટા સાક્ષી રજૂ કરવા સંબંધમાં રાજ્ય સરકાર દ્વારા જે અપીલ કરવામાં આવી હતી તેને કોર્ટે નામંજૂર કરી છે. સલમાન ખાન દ્વારા હથિયારોને લઇને આપેલા ખોટા ઍફિડેવિટ અંગે જાધપુર કોર્ટે પોતાના નિર્ણય આપ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી બે અરજીઓને નામંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે આર્મ્સ ઍક્ટ કેસમાં હથિયારના લાઇસન્સને લઇને ખોટા ઍફિડેવિટ રજૂ કરવા માટે રાજ્ય સરકારે સલમાન ખાન સામે અરજી કરી હતી. આ પહેલા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી અરજીને નીચલી અદાલતે પણ નામંજૂર કરી હતી.
સલમાન ખાનના વકિલે કોર્ટમાં જણાવ્યું કે જાધપુર જિલ્લા કોર્ટે ઍક ડિટેલ્ડ ઓર્ડરમાં રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી બંને અરજીને ફગાવી દીધી છે. તેમણે આગળ કહ્નાં કે મે ૨૦૦૬ના વર્ષમાં જવાબ આપ્યો હતો કે અમે ખોટા ઍફીડેવિટ આપ્યા નથી અને આવી અરજીઓ સલમાન ખાનની છબિ બગાડવા માટે કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮ના વર્ષમાં ઍક નીચલી અદાલતે ઓક્ટોબર ૧૯૯૮ના વર્ષમાં ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંહગ દરમિયાન બે કાળિયારના શિકાર માટે સલનામ ખાનને અપરાધી ગણીને પાંચ વર્ષ જેલની સજા આપી હતી. અભિનેતાઍ નીચલી અદાલતના આ નિર્ણયને સેશન કોર્ટમાં પડકાર્યો હતો.

Leave a Reply

Translate »