ટ્રસ્ટનોના ખર્ચો હવે આગામી વર્ષમાં નહીં લઈ જઈ શકાય

ટ્રસ્ટોએ પોતાના ખર્ચા પર હવે અંકુશ મુકવા પડે એવી સ્થિતી સર્જાઈ છે. આગામી 1લી એપ્રિલથી અમલી બનનારા કાયદા મુજબ હવે ચેરીટેબલ ટ્રસ્ટ આવકથી વધુ ખર્ચ કરી શકશે નહીં.સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ ટ્રસ્ટને આવક સામે જાવક બાદ આપવાના સેટલ્ડ કાયદાને રદ બાતલ કરતી આ જોગવાઈથી  જે ચેરીટેબલ ટ્રસ્ટ મોટા પાયે રોકાણ કરે તેમને મોટા પાયા પર ટેક્ષ ભરવાનો આવશે. હાલમાં ઈન્કમ ટેક્સના કાયદા મુજબ ચેરીટેબલ ટ્રસ્ટ જે-તે વર્ષની આવક કરતાં વધારે ખર્ચ કરે અને ચોપડે નુકશાની દર્શાવી હોય તો ત્યાર પછીના વર્ષોની ટ્રસ્ટની આવક સામે  સેટ ઓફ મળી શકે.ચેરીટેબલ ટ્રસ્ટને બીજા વર્ષે કુલ આવકની સામે 85 ટકા ખર્ચ કરવામાંથી એટલે અંશે રાહત મળતી હતી.આવક કરતા ખર્ચ વધુ થવાનું કારણ એ છે કે આ ચેરીટેબલ ટ્રસ્ટ પોતાના કોરપસ ભંડોળ વર્ષોથી જમા બાંધકામ ભંડોળ વગેરેમાંથી હોસ્પિટલ – શૈક્ષણિક બિલ્ડીંગ બાંધવા સહિતના કેપિટલ ખર્ચ મોટા પાયા પર કરતા હોય છે.

વળી હોસ્પિટલનાં તો મશીનરી પણ મોઘી આવતી હોય છે.આ બધા કેપિટલ ખર્ચ પણ આવક સામે 85 ટકા ખર્ચ કરવાના ગણતરીમાં લેવાતા હતા.એટલે ચાલુ વર્ષે ચોપડે નુકસાની આવે તો બીજા વર્ષની આવકમાંથી બાદ મળતી હતી.સી.એ.રૃદલાલે જણાવ્યું હતું કે હવે આગામી તા.૧લી એપ્રિલથી અમલી બનતા કાયદા મુજબ કોરપસ ભંડોળ,ઉછીના કે લોન લઈને લીધેલા નાણાંમાંથી થયેલા કેપિટલ ખર્ચાઓ વગેરે બાદ લેતા આવતી નુકસાની હવે આગળ ખેંચી શકાશે નહીં.આમ હવે ટ્રસ્ટોના મોટા પ્રોજેક્ટ અટકી પડશે.વળી નવા ટ્રસ્ટોને બાંધકામ જેવા સ્થાપના ખર્ચ પર પણ કાપ મુકવો પડશે.

તેમની પુછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી હતી. બંને જણા સોશિયલ સાઇટથી સંપર્કમાં આવ્યા હતા. રોહન ભાવનગરના ધોળા ગામમાં પિતા સાથે રહે છે. 3જી તારીખે તે ધોળાથી સુરત આવી લગ્નની લાલચ આપી અમિતાને લઈ ગયો હતો. રોહનના પિતાએ સ્વીકારવાનો ઇનકાર કરતા મંદિરમાં લગ્ન કરી ભાવનગરમાં ભાડેથી મકાન લઈને પતિ-પત્ની તરીકે રહેતા હતા. અઠવાડિયામાં રોહને ચાર વખત અમિતા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. રોહનને પોર્ન ફિલ્મ જોવાની ટેવ છે. રોહન વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

Leave a Reply

Translate »