• Tue. Mar 26th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

28 દિવસ બિછાને 24 દિ’ ઓક્સિજન પર રહ્યાં ને કોરોનાને આપી મ્હાત

કો

કોરોનાને મ્હાત આપી
માનસિક રીતે ‘પોઝિટિવ’ રહીશું તો કોરોનાને જલ્દી ‘નેગેટિવ’ કરી શકીશું: સિવિલ હોસ્પિટલના સ્ટાફની પ્રેરણા અને સહયોગથી ઝડપભેર સ્વસ્થ થયો છું: કૌશલ સિંહ

રોના સંક્રમિત દર્દીઓની હિંમત અને કોરોના વોરિયર્સ ડોક્ટર્સ જ્યારે જોશ સાથે પોતાની શક્તિ કામે લગાડી દે છે ત્યારે કોરોનાને પણ હાર માનવી પડે છે. સુરતની સિવલ હોસ્પિટલમાંથી કોરોનાને મ્હાત આપી અનેક દર્દીઓ સ્વસ્થ થઈ સુખરૂપ ઘરે પરત ફરી રહ્યા છે, ત્યારે એક કિસ્સો ખુબ પ્રેરણા પુરી પાડે છે. ૬૨ વર્ષીય કૌશલ સિંહ પ્રાઇવેટ કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે, એવામાં કોરોના સંક્રમિત થતા એમનું ઓક્સિજન લેવલ ઓછું થઇ ગયું હતું જેથી ૨૮ દિવસ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ મોતને મ્હાત આપી જિંદગીને ગળે લગાડી છે.


મુળ બિહારના વર્ષોથી પાંડેસરાના ગણેશનગરમાં રહેતા કૌશલ સિંહને તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ છાતીમાં દુ:ખાવો, ખાંસી, તાવ જણાતા નજીકના પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લીધી હતી, પરંતુ શ્વાસ લેવામાં તફલીફ વધતાં તબીબની સલાહથી સિવિલ હોસ્પિટલમાં તા.૧૩ સપ્ટે.ના રોજ કોરોના રિપોર્ટ કરાવ્યો, જે પોઝિટીવ આવ્યો સાથે એમના પત્નીનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. જેથી પતિ-પત્ની બંન્નેને કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બન્નેનું ઓક્સિજન લેવલ ઓછું હોવાથી ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
૨૮ દિવસ કોરોના સામે હોસ્પિટલમાં સંઘર્ષમય લડત બાદ કૌશલ સિંહ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે. એમણે જણાવ્યું કે, કોરોનાથી ડર્યા વગર સારવાર લેવી જોઇએ. માનસિક રીતે ‘પોઝિટિવ’ રહી કોરોનાને ‘નેગેટિવ’ કરી શકાય છે. કોરોના અમારૂ પતિ-પત્નીનું ઓક્સિજન લેવલ ઓછું થઇ જવા છતાં બિલકુલ ગભરાયો નહિ, અને કોરોનાને મ્હાત આપી છે. ૨૮ દિવસની સારવારમાં ૨૪ દિવસ ઓક્સિજન રાખી મારી તબીયતમાં સુધારો જાણતા ૪ દિવસ રૂમ એર પર રાખી તા.૧૦ ઓક્ટો.ના રોજ કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા મને રજા આપવામાં આવી છે. સિવિલના સ્ટાફનો આભારી છું જેમણે મને નિસ્વાર્થ પ્રેમભાવ સાથે સારવાર કરી કોરોનામુક્ત કર્યો છે.’

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »