શાહીન બાગ : કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે પ્રદર્શન ન કરી શકે : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે શાહીન બાગ કેસ મામલે પુર્નિવચારની અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ઓક્ટોબર મહીનામાં શાહીન બાગ કેસ મામલે જે ચુકાદો આપ્યો હતો તેને યથાવત રાખ્યો છે. કોર્ટના કહેવા પ્રમાણે લોકો પોતાની મરજીથી કોઈ પણ સ્થળે ધરણાં પ્રદર્શન ન કરી શકે. ધરણાં પ્રદર્શન ઍ લોકતંત્રનો હિસ્સો છે પરંતુ તેની ઍક સીમા પણ છે.
ગત વર્ષે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ધરણાં પ્રદર્શન માટે જગ્યા ચિહ્નિત હોવી જાઈઍ. જા કોઈ વ્યક્તિ કે સમૂહ તેનાથી બહાર ધરણાં પ્રદર્શન કરે તો નિયમાનુસાર તેમને હટાવવાનો અધિકાર પોલીસ પાસે છે. ધરણાં પ્રદર્શનોના કારણે સામાન્ય લોકોને કોઈ અસર ન પહોંચવી જાઈઍ. ધરણાં માટે સાર્વજનિક સ્થળો પર કબજા ન જમાવી શકાય.
આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શાહીન બાગના સીઍઍ પ્રોટેસ્ટને ગેરકાયદેસર ગણાવ્યો હતો. કોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પુર્નિવચાર માટે પડકાર આપવામાં આવ્યો હતો. જા કે હવે સુપ્રીમ કોર્ટે પુર્નિવચાર અરજી ફગાવી દીધી છે. ઍસકે કૉલ, અનીરૂદ્ધ બોસ અને કૃષ્ણ મુરારી આ ૩ ન્યાયાધીશોઍ અરજીને ફગાવી દીધી છે.
૨૦૧૯ના વર્ષમાં શાહીન બાગ દિલ્હીમાં સીઍઍના વિરોધના કેન્દ્ર તરીકે સામે આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોઍ શાહીન બાગ પહોંચીને નાગરિકતા કાયદાનો વિરોધ કર્યો હતો. કોરોના મહામારીના કારણે ગત વર્ષે માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યાર બાદ શાહીન બાગ ખાતેના પ્રદર્શનોનો અંત આવ્યો હતો. પ્રદર્શનમાં સામેલ લોકો અને ટીકાકારોઍ આ કાયદાને મુસ્લિમવિરોધી ગણાવ્યો હતો. આ પ્રદર્શનોના કારણે દિલ્હીમાં પરિવહનને ભારે અસર પહોંચી હતી.

Leave a Reply

Translate »