ગુજરાત વિધાનસભામાંથી બહાર આવેલી માહિતી અનુસાર સૌથી વધુ અમદાવાદમાં ઉદ્યોગો બંધ થયા છે. રિપોર્ટ મુજબ અમદાવાદમાં 14 જીઆઈડીસી કાર્યરત છે, જેમાં 229 ઉદ્યોગો છેલ્લા બે વર્ષમાં બંધ થયા છે. અમરેલી જિલ્લામાં માત્ર એક જ ઉદ્યોગ બંધ થયો છે. સુરતમાં 180 ઉદ્યોગો બંધ થયા છે. વલસાડમાં 192 ઉદ્યોગો બંધ થયા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સરકારની ઉદ્યોગો પ્રત્યેની ખોટી નીતિને, પ્રોત્સાહક યોજનાઓના કારણે તે બંધ થઈ રહ્યાં છે. કોંગ્રેસે જીઆઈડીસી બનાવીને ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું હતું. ગુજરાતમાં ઉત્પાદન માંગમાં ઘટાડો, આર્થિક મંદી અને અંગત કારણોને કારણે વિતેલા બે વર્ષમાં બંધ થયેલા કુલ ઉદ્યોગોની સંખ્યા 2114 હોવાનું સામે આવ્યું છે.