સુરતમાં સટ્ટામાં રૂપિયા હારી જતાં ટીવી-સિરિયલ એક્ટર અને બિલ્ડર ચેઇન-સ્નેચિંગના રવાડે ચડતાં ઝડપાયા

  • પોલીસે ગુજરાતભરના 12 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો

સુરતમાં ચેઇન-સ્નેચિંગ કરતો ટીવી-સિરિયલ એક્ટર અને બિલ્ડર ઝડપાતાં પોલીસ પણ ચોંકી ગઈ છે. રાંદેર પોલીસના હાથે ઝડપાયેલા ટીવી એક્ટર મીરાજ કાપડી અને બિલ્ડર વૈભવ જાદવ ક્રિકેટના સટ્ટામાં દેવાદાર બની જતાં ચેઈન-સ્નેચિંગમાં પડ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી મીરાજ નામાંકિત હિન્દી સિરિયલમાં રોલ કરી ચૂક્યો છે, ત્યારે તેનો મિત્ર વૈભવ રાજકોટમાં બિલ્ડિંગ કન્ટ્રક્શનના કામ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે.

બાતમી આધારે આરોપીઓને ઝડપી પાડ્યા
સુરત રાંદેર મોરાભાગળ રસ્તા પાસે આવતા પોલીસને બાતમી હકીકતના આધારે સુરત રાંદેર ભેંસાણ ચાર રસ્તા રોડ પાસેથી પોકેટ-કોપ મોબાઈલની મદદથી રોડ પરથી પસાર થતાં શંકાસ્પદ વાહનોને ચેક કરતા હતા. એ વખતે થોડીવારમાં ઈચ્છાપોર હાઈવે તરફથી મળેલી બાતમી પ્રમાણે બે ઈસમો એક બાઈક પર આવતા જણાતા, તેને આડસ ઊભી કરી ચારેબાજુએથી કોર્ડન કરી પકડી પાડ્યા હતા. ચોરેલી બાઈક પર આવેલા બન્ને ઈસમો પાસેથી તૂટેલી સોનાની ચેઈન નંગ-3 તથા અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ-2 અને એક સ્પલેન્ડર બાઈક મળી કુલ 2,54,500ની મતાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે અલગ અલગ પો. સ્ટેના અનડિટેકટ ગુનાઓ ડિટેકટ કરવામાં આવ્યા છે.

આરોપી મીરાજે થપકી અને તારક મહેતા કા ઉલટા ચશ્મા જેવી સિરિયલોમાં મહેમાન કલાકાર તરીકે કામ કર્યું છે.

આરોપી મીરાજે થપકી અને તારક મહેતા કા ઉલટા ચશ્મા જેવી સિરિયલોમાં મહેમાન કલાકાર તરીકે કામ કર્યું છે.

2.54 લાખનો મુદ્દામાલ પણ કબજે
પોલીસે જણાવ્યું હતું કે બન્ને મેચના સટ્ટા બેટિંગમાં રૂપિયા હારી જતાં ચેઇન-સ્નેચિંગના રવાડે ચડ્યા હોવાનું જણાવી રહ્યા છે. બને આરોપી પાસે ચેઇન, મોબાઈલ, બાઈક સહિત રોકડ રકમ મળી 2.54 લાખનો મુદ્દા માલ પણ કબજે લેવામાં આવ્યો છે. સુરત પોલીસે બન્ને આરોપીની પૂછપરછ બાદ ગુજરાતભરના 12 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. બંને આરોપી ગ્રેજ્યુએટ અને એકે કેમિસ્ટ્રીમાં બીએસસી સુધીનો અભ્યાસ કરેલો હોવાનું અને તો ટીવી એક્ટર મીરાજ બીકોમ સુધી અભ્યાસ કરેલો હોવાનું જાણવા મળ્યું છે. રાંદેર પોલીસે બંનેની વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી મીરાજ ફિટનેસ ટ્રેનર પણ છે.

આરોપી મીરાજ ફિટનેસ ટ્રેનર પણ છે.

મોડસ ઓપરેન્ડી
મીરાજ અને વૈભવ સાથે મળીને બાઈકનો લોક તોડી પાવરના છેડાઓ જોડી બાઈક ચોરી કરતા હતા અને આ ચોરી કરેલી બાઈક ઉપર અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને જ્યાં લોકોની અવરજવર ઓછી હોય અને વૃદ્ધ મહિલાઓ એકલાં ચાલતાં ચાલતાં જતાં હોય તેમને નિશાન બનાવતા હતા. ત્યાર બાદ તેમની પાછળ બાઈક લઈ જઈ વૃદ્ધ મહિલાઓના ગળામાં શું પહેરેલું છે એની બાઈક પર રેકી કરી બાઈક યુટર્ન મારી તકનો લાભ લઈ અછોડા તોડી નાસી જતા હતા.

અનેક સાઇડ કલાકારોને સિરિયલ ઇન્ડસ્ટ્રીમાં લાવી અનેકનાં કેરિયર પણ બનાવ્યાં છે.

અનેક સાઇડ કલાકારોને સિરિયલ ઇન્ડસ્ટ્રીમાં લાવી અનેકનાં કેરિયર પણ બનાવ્યાં છે.

આરોપીનું સિરિયલમાં મહેમાન કલાકાર તરીકેનું કામ
આરોપી મીરાજ થપકી અને તારક મહેતા કા ઉલટા ચશ્મા જેવી 10-15 કરતાં વધારે સિરિયલમાં મહેમાન કલાકાર તરીકે કામ કરી ચૂક્યો છે. આ સાથે અનેક સાઇડ કલાકારોને સિરિયલ ઇન્ડસ્ટ્રીમાં લાવી અનેકનાં કેરિયર પણ બનાવ્યાં છે.

Leave a Reply

Translate »