પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં કોની બનશે સરકાર ? એબીપી-સીવોટરનો એક્ઝિટ પોલ

પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં કોની બનશે સરકાર ? એબીપી-સીવોટરનો એક્ઝિટ પોલ

ABP-Cvoter Exit Poll Results 2021: દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ છે. ચૂંટણીના અંતિમ દિવસ સુધી તમામ રાજકીય પક્ષોએ પોતાની તમામ તાકાત લગાવી હતી. પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન થયું જ્યારે આસામમાં ત્રણ તબક્કામાં મતદાન થયું. તમિલનાડુ, કેરળ અને પુડ્ડચેરીમાં 6 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું. હવે 2 મેના દિવસે પરિણામ આવશે. આ પહેલા એબીપી ન્યૂઝે સી વોટર સાથે મળી સર્વે કર્યો છે. તેનાથી તમે અનુમાન લગાવી શકો છો કે ક્યાં રાજ્યમાં કોની સરકાર બની શકે છે.

રાજ્યવાર આંકડા

પશ્ચિમ બંગાળ-292

કોને કેટલી બેઠકો?

ટીએમસી- 152 થી 165
ભાજપ- 109 થી 121 બેઠકો
કૉંગ્રેસ+લેફ્ટ- 14 થી 25 બેઠકો
અન્ય- 0 થી 2 બેઠકો 

વોટ શેર

ટીએમસી- 42.1 ટકા
ભાજપ- 39.9 ટકા
કૉંગ્રેસ+લેફ્ટ- 15.4 ટકા
અન્ય- 3.3 ટકા

સર્વેના આંકડા અનુસાર પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસીની સરકાર બની રહી છે. ગત વિધાનસભા ચૂંટણી કરતા આ વખતે નુકસાન થશે. 

આસામ – 126

કોને કેટલી બેઠકો?

ભાજપ ગઠબંધન-  58-71
કૉંગ્રેસ  ગઠબંધન- 53-66
અન્ય- 0-5

વોટ શેર 

ભાજપ + 42.9 ટકા
કૉંગ્રેસ+ 48.8 ટકા
અન્ય – 8.3 ટકા

એક્ઝિટ પોલના આંકડા મુજબ, આસામમાં ફરી એક વખત એનડીએની સરકાર બની રહી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો 63 છે. એનડીએને 58થી 71 બેઠકો મળી શકે છે.

કેરલ – 140 

કોને કેટલી બેઠકો ?

એલડીએફ- 71 થી 77  બેઠકો
યૂડીએફ- 62 થી  68 બેઠકો
ભાજપ- 0 થી 2 બેઠકો
અન્ય- 0 બેઠક

વોટ શેર

એલડીએફ- 42.8%
યૂડીએફ- 41.4%
ભાજપ- 13.7%
અન્ય- 2.1%

કેરલમાં કુલ 140 વિધાનસભા બેઠકો છે અહીં બહુમતનો આંકડો 71 બેઠકો છે. એક્ઝિટ પોલના પરિણામ મુજબ ફરી એક વખત લેફ્ટ ગઠબંધન સત્તામાં આવે તેવુ અનુમાન છે. 

પુડ્ડુચેરી- 30 બેઠકો 


કોને કેટલી બેઠકો

યૂપીએ  – 6 થી 10
એનડીએ  (AINRC+BJP+AIADMK)- 19 से 23
અન્ય- 1 થી 2

વોટ શેર


એનડીએ  (AINRC+BJP+AIADMK)- 47.1%
યૂપીએ (કૉંગ્રેસ+DMK)- 34.2%
અન્ય- 18.7%

પુડ્ડુચેરીમાં એનડીએ ગઠબંધન જીત મેળવી શકે છે. અહીં 30 બેઠકો માટે એક જ તબક્કામાં 6 એપ્રિલે મતદાન થયું હતું. રાજ્યમાં બહુમત માટે 17 બેઠકોની જરુર છે.

તમિલનાડુ-234 

કોને કેટલી બેઠકો ?


યૂપીએ (DMK+કૉંગ્રેસ+અન્ય)- 160 થી 172
એનડીએ (AIADMK+BJP+અન્ય)- 58 થી 70
એએમએમકે- 0 થી 4
એમએનએમ- 0 થી 2
અન્ય- 0 થી 4


વોટ શેર 

યૂપીએ- 46.7  ટકા
એનડીએ- 35 ટકા
એમએમએન- 4.1 ટકા
એએમએમકે- 3.8 ટકા
અન્ય- 10.4 ટકા

તમિલનાડુમાં કૉંગ્રેસ-DMK સરકાર બનાવે તેવુ અનુમાન છે. આ ગઠબંધનને 160-172 બેઠકો મળે તેવી શક્યતા છે.  BJP-એઆઈડીએમકે ગઠબંધનને મોટું નુકશાન થાય તેવું લાગી રહ્યું છે.  ભાજપ-એઆઈડીએમકે ગઠબંધનને  એક્ઝિટ પોલમાં 58-70 બેઠકો મળવાનું અનુમાન છે. અન્યને 0-7 બેઠકો મળી શકે છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »