શપથ સમારોહમાં હિંસા અંગે રાજ્યપાલની ટકોર અંગે મમતા દીદીએ કંઈક આવું કહ્યું…

તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીએ બંગાળ ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત આજે શપથ લીધા હતા. જોકે શપથ ગ્રહણ સમારોહમાં પણ બંગાળમાં થઈ રહેલી હિંસાનો મુદ્દો છવાયો હતો.રાજ્યપાલ અને મમતા બેનરજી વચ્ચે આ મુદ્દે હળવી તડાફડી પણ થઈ હતી. સમારોહ દરમિયાન રાજ્યપાલ જગદીપ ધનખડે મમતા બેનરજીને ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા.તેમણે મમતા બેનરજીને અભિનંદન આપતા કહ્યુ હતુ કે, આપણી પ્રાથમિકતા એ હોવી જોઈએ કે, વગર કારણે થઈ રહેલી હિંસાઓનો અંત થાય અને મને આશા છે કે, મમતા બેનરજી કાયદો અને વ્યવસ્થા લાગુ કરવા માટે તાત્કાલિક પગલા ભરશે. જોકે મમતા બેનરજીએ પણ રાજ્યપાલને જવાબ આપતા કહ્યુ હતુ કે, મારી શપથવિધિ પહેલા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની જવાબદારી ચૂંટણી પંચની હતી. આમ મમતા બેનરજીએ આડકતરી રીતે હાલમાં થઈ રહેલી હિંસા માટે પોતે જવાબદાર નથી તેમ કહીને હાથ ખંખેરી નાંખ્યા હતા.

Leave a Reply

Translate »