સૌરાષ્ટ્રની મદદે DGVCLના 400 કર્મચારીઓ રો-રો ફેરીમાં રવાના, વીજપુરવઠો પૂર્વરત કરશે

બીજા 300 વીજકર્મીઓ રસ્તા મારફતે સૌરાષ્ટ્ર પહોચશે

: સૌરાષ્ટ્રમાં તાઉ-તે મચાવેલી તબાહીના કારણે વિજપુરવઠાને ભારે નુકશાન થયું છે. જેના કારણે ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લાઓમાં વીજ પુરવઠો નિયમિત થાય તે માટે પશ્વિમ ગુજરાત વીજ કંપનીના કર્મયોગીઓ રાત-દિવસ જહેમત કરી રહ્યા છે. ભારે તબાહીના કારણે વધુ માનવબળની જરૂરીયાત હોય તત્કાલ દક્ષિણ ગુજરાત વિજ કંપનીની 40 ટીમોના 400 વીજકર્મીઓ આજે સવારે હજીરાથી ઘોઘા(ભાવનગર) રો-રો ફેરી મારફતે રવાના થઈ હતી.

ખાસ ટીમો 40 વાહનો અને પોલ ઈરેકશન મશીન્સથી સજ્જ છે. જયારે અન્ય 300 વીજકર્મીઓ રસ્તા મારફતે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના કાર્યમાં જોડાશે.
DGVCLની આ 40 ટીમોમાં ડે.એન્જીનિયરો, જુનિયર એન્જિનીયરો, હેલ્પર સહિત કોન્ટ્રાકટ આધારિત સ્ટાફ મળી 400થી વધુ વીજકર્મીઓ સૌરાષ્ટ્રની PGVCL કંપની વિસ્તારમાં અસરગ્રસ્ત થયેલા જિલ્લાઓમાં ઝડપથી વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે માટે મદદરૂપ થશે.

જુઓ વીડીયો….

Leave a Reply

Translate »