દ. ગુમાં શેરડી પકવતા ખેડૂતોને લોન અને ઓવરડ્રાફ્ટનો વ્યાજદર ઘટાડો, સહકાર મંત્રીને કરાયો ઈ-મેલ

કેન્દ્ર સરકાર પાસેથી લેવાની થતી ૨૦૦ કરોડની ઍક્સપોર્ટની સબસીડીની રકમ, તાઉતે વાવાઝોડામાં સાયણ સુગર મીલને થયેલા ૧૫ કરોડની નુકસાની સહાય ચુકવવા ખેડુત અને સહકારી આગેવાન દર્શન નાયકે સહકાર મંત્રી અમિત શાહને પત્ર લખી તેમજ ઈમેલના માધ્યમથી રજુઆત કરી

ગુજરાતમાં સહકારી મંડળીઓનું હબ ગણાતા દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતી વિપત્તિઓને કારણે સહકારી પ્રવુતિઓ ઉપર માઠી અસર થવા પામી છે. તેમજ કેન્દ્ર સરકારïના સહકારી પ્રવુતિઓ ઉપર નાંખવામાં આવેલા ઈન્કમટેક્ષના કારણે વધારાનો આર્થિક બોજા પડ્યો છે. જેની સીધી અસર ખેડુતોના ઉપર જાવા મળી રહી છે. ત્યારે ખેડુતોની હિતમાં નાંખવામાં આવેલ ઈન્કમટેક્ષ નાબુદ કરવા,  શેરડી પકવતા ખેડુતોને લોન અને ઓવરડ્રાફ્ટના વ્યાજ દરમાં ઘટાડો કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે ખેડુત અને સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહને પત્ર લખી અને ઈમેલ દ્વારા રજુઆત કરી છે.

સુરત જિલ્લા પંચાયતના માજી સદસ્ય અને ખેડુત આગેવાન દર્શન નાયક દ્વારા ખેડુતને લાગતા વિવિધ પ્રશ્નોનો હલ કરવા સહિતના મુદ્દે રજુઆત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સુગર સહકારી મિલો ઉપર નાંખવામાં આવેલ ઈન્ક્મટેક્ષનો બોજા ખેડુતોના હિતમાં નાબુદ કરવાની સાથે આર્થિક પરિસ્થિતિના કારણે બંધ હાલતમાં પડેલ વ્યારા અને માંડવી તાલુકા વિસ્તારમાં આવેલ સુગર સહકારી મીલને આર્થિક રીતે મદïદ કરી પગભર કરી ફરીથી શરુ કરવામાં આવે જેથી આદિવાસી વિસાતારના ખેડુતોને ઘણો લાભ થવાની સાથે વિસ્તારના નાગરિકોને રોજગારી પણ ઉપલબ્ધ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણેï શેરડી પિલાણકાર્ય પંદર દિવસ બંધ રહ્નાં હતું. કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે સમય મર્યાદામાં શેરડી કાપણી પુર્ણ કરવાની હોય જે થઈ શકી નથી અને ૧૯૦૦ ઍકર શેરડી ઉભી રહી જવા પામી છે. જેનું સાયણ સુગર ફેકટરીને અંદાજિત ૧૫ કરોડનું નુકસાન થયું છે. જે હાલમાં સંસ્થાને માટે પડતા પર પાટુ સમાન છે જેની સીધી અસર ખેડુતો ઉપર પડી રહી છે. જેથી નુકશાનીમાંથી કંઈક અંશે ખેડુતોને રાહત મળે ખેડુતોને આર્થિક નુકશાનીïમાંથી બચાવી શકાય. વધુમાં દર્શન નાયકે માંગણી કરી હતી કે ગુજરાત ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા રૂપિયા ૩૫ કિલોભાવની કરવામાં આવેલી માંગણીનો પ્રશ્ન હજુ પણ પડતર રહ્.યો છે જે પુરી કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં આવેલી ૧૫ સુગર મીલો અને ખેડુતોને ફાયદો થાય તેમ છે. સુગર ફેકટરીઓ ઉપર આશરે ૧ લાખ કુંટુબો, ૧૦ હજાર ટ્રક, ટ્રેકટર અને ગાડાના માલિકોï નિર્ભર રહેવાની સાથે ૨ લાખ મજુરોને રોજી રોટી મેળવે છે. ૨૯ ડિસેમ્બર ૨૦૨૦ના પરિપત્ર મુજબ ઍક્ષપોર્ટ થતી ખાંડમાં મળતી સબસીડીમાં મેટ્રીક ટનમાં બે હજારનો ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં વધારો કરવાની માંગ દોહરાવી છે. તથા ૨૦૧૯-૨૦-૨૧ના વર્ષની ગુજરાતની સુગર ફેકટરીમાંથી આશરે ૨૦૦થી ૨૨૦ કરોડની ખાંડ ઍક્ષપોર્ટની સબસીડી કેન્દ્ર સરકાર પાસે બાકી છે તે ખેડુતનો હિતમાં છુટી કરવાની પણ રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડુતોની લોનનાં વ્યાજમાં ઘટાડો કરવામાં આવે જેથી ખેડુતોની હતાશા ઓછી થાય અને સુગર ફેકટરીઅોના લોન- અોવર ડ્રાફ્ટના વ્યાજદર અોછા હશે તો ફેકટરીની ચિંતા ઘટશે, આરબીઆઈ સતત રેપોરેટમાં ઘટાડ્યા છે. સરકાર દ્વારા ખેડુતોના અને લોકોના હિતમાં બે મહિનાથી રીઝર્વ બેન્કના રેપોરેટમાં ૧ ટકા ઘટાડો કયો છે. તો બન્કની નીતીમાં ફેરફાર કરી તેનો લાભ સહકારી સંસ્થાના માધ્યમથી ખેડુતો- પશુપાલકોને મળવો જાઈઍ. ૩ લાખની ઉપરનું વ્યાજ બેન્ક સ્વભંડોળ- નફામાંથી આપવુ જાઈઍ, બેન્ક દ્વારા સુગર ફેકટરીને આપવામાં આવતા ઓવર ડ્રાફ્ટ ઉપર જે તે મંડળીઅોઍ પુરા વર્ષ દરમયાન જે વ્યાજ બેન્કને ચુકવે છે તેના ઉપર ફ્કત ૧ ટકા વ્યાજ ઉપર રીબેટ આપે છે જેના બદલે બેઝીક ઓવર ડ્રાફ્ટ વ્યાજ દર (૯.૭૫ ટકા) ઉપર ૨ ટકા રીબેટ આપવાïની માંગણી કરાઈ છે.

Leave a Reply

Translate »