આપણા ગુજરાતમાં હાહાકાર મચાવનારી કોરોનાની બીજી લહેર ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે અને એક પછી એક જિલ્લાઓ કોરોનામુક્ત બની રહ્યાં છે. રાજ્યમાં હવે ત્રણ જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પછી સૌથી પહેલા ડાંગ અને પછી પાટણ જિલ્લો કોરોનામુક્ત બન્યા હતા. હવે નર્મદા જિલ્લો પણ કોરોનામુક્ત બન્યો છે. આ સિવાય ગુજરાતમાં એવા 13 જિલ્લા છે, જે ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. આ જિલ્લાઓમાં એક્ટિવ કેસો 10થી ઓછા છે. તાપી જિલ્લામાં 4, સુરેન્દ્રનગરમાં 4, પંચમહાલમાં 3, સાબરકાંઠામાં 5, ખેડામાં 3, જૂનાગઢમાં 5, મોરબીમાં 5, પોરબંદરમાં 7, દાહોદમાં 4, છોટાઉદેપુરમાં 4, બોટાદમાં 2, આણંદમાં 7 અને અમરેલીમાં 6 એક્ટિવ કેસો છે. ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે, આપણે બિન્દાસ્ત થઈ જવાને બદલે સાવચેતી સાથે જ આગળ વધવાનું છે. માસ્ક, સામાજિક અંતર અને હવે રસીકરણ સાથે આગળ વધવાનું છે.