ફેસબુક ખાેલુ તાે લાફાે મારજાેઃ ભારતીય અમેરિકને એક મહિલાને આ કામ માટે નાેકરીએ રાખી, એલન મસ્કને ગમ્યુ

એક ભારતીય અમેરિકન ઉદ્યોગપતિ મનીષ શેઠીએ પોતાને થપ્પડ મારવા માટે એક યુવતીને નોકરી પર રાખી છે. જ્યારે પણ તેઆે ફેસબુક ખાેલે ત્યારે આ મહિલાએ તેને લાફાે જીંકી દેવાનાે, કે જેથી, તે કામ પર ધ્યાન આપે અને વિના કારણે સાેશ્યલ મીડીયા પર સમય બરબાદ ન કરે. આ યુવતીનું નામ કારા છે. થપ્પડ મારવા માટે આ મહિલાને પ્રતિ કલાક 8 ડોલરના હિસાબે સેલેરી પણ આપવામાં આવે છે.

જુઆે આ વીડીયાે ટેસ્લાના એલન મસ્કે શેર કર્યાે અને આ ભારતીય અમેરિકને કહ્યું કે તે હું જ છુ


એલન મસ્કે વીડિયો શેર કર્યાે અને આ મહાશય ફરી ચર્ચાએ ચઢ્યા
લગભગ 9 વર્ષ પહેલા પોતાની જોબ કરી રહેલી આ મહિલાનો એક વીડિયો સામે આવ્યો હતો અને એ સમયે પણ ખૂબ ચર્ચા થઈ હતી. હાલમાં જ જો કે ટેસલાના સીઈઓ એલન મસ્કે આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઈમોજી સાથે શેર કર્યો છે. જેના પછી આ વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.આ વીડિયો શેર કરતા શેઠીએ વર્ષ 2012માં લખ્યું હતું, ‘જો હું મારો સમય બરબાદ કરૂં તો તમારે મને અટકાવવો પડશે અને જરૂર પડે તો મને લાફો પણ મારજો.’ જેવો આ વીડિયો એલન મસ્કે આ વીડિયો શેર કર્યો તો મનીષ શેઠીએ આના પર રિપ્લાઈ આપ્યો. મનીષ શેઠીએ રિપ્લાઈ કરીને લખ્યું કે આ તસવીરમાં જે યુવક છે એ હું જ છું. એલન મસ્કે શેર કર્યા પછી મારી રિચ હવે વધુ થઈ જશે. ઉદ્યોગપતિ હોવાની સાથે મનીષ શેઠી એક બ્લોગર પણ છે. એવું જણાવાયું છે કે મનીષને ફેસબુકની લત હતી. તેથી જ્યારે તેઓ કામ કરતા ત્યારે તેઓ આ મહિલાને પોતાની બાજુમાં બેસાડતા જેથી જો તેમનું કામથી ધ્યાન ભટકેને ફેસબુક પર જાય તો ત્યારે એ મહિલા તેમને એક લાફો ઝીંકી દે. જેથી મનીષ ફેસબુક છોડીને ફરી પોતાનું ધ્યાન પોતાના કામમાં પરોવે.
શેઠીએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું હતું કે સામાન્ય દિવસોમાં તેમનો પ્રોડક્ટિવિટી રેટ 35-40 ટકા આસપાસ રહેતો હતો. પરંતુ જ્યારે કારા મારી બાજુમાં હોય છે ત્યારે આ રેટ 98% સુધી પહોંચી જાય છે.

Leave a Reply

Translate »