વિશ્વ અકસ્માત સંભારણા દિન: સુરતમાં અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલિ અપાઈ

ડીસ્ટ્રીક ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સુરત અને ધ સુરત ડિસ્ટ્રીક્ટ મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓવનર્સ એસોસિયેશને વિશ્વ અકસ્માત સંભારણા દિવસની ઉજવણી કરી. તે અંગેનો કાર્યક્રમ વનિતા વિશ્રામ મેદાન પાસે આયોજિત કરાયું. કાર્યક્રમમાં સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી. તેમજ હાજર રહેલા 200થી વધુ લોકોને સરકારની રોડ અકસ્માત અને ગુડ સમેરીટન ની સમજૂતી આપવામાં આવી. ઉપરાંત અકસ્માત વળતર અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી ટ્રાફિક પ્રદર્શની દ્વારા સમજૂતી આપવામાં આવી. કાર્યક્રમમાં રોડ સેફ્ટી અંગે કાર્યરત એવા સમાજ સેવકોનું ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું.


આ કાર્યક્રમના મુખ્ય અતિથિ સુરત શહેર ટ્રાફિક શાખાના એસીપી એચ. ડી. મેવાડા (રિજીયન-3)
આરટીઓ ઈન્સ્પેક્ટર જાડેજા અને ગુજરાત રાજ્યના વાહનવ્યવહાર વિભાગીય નિગમના સંજય જોષી તેમજ અન્ય આરટીઓ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા..
આં કાર્યક્રમના આયોજક DTEWS ના પ્રમુખ બ્રિજેશ વર્મા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનું સ્વાગત કરવામાં આવેલ તેમજ કાર્યક્રમના સહયોગી એવા રાજુભાઇ શાહ (પ્રમુખ ધ મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ ઓનર્શ એશોસિયેશન) તેમજ રોનકબેન ધ્રુવ (પ્રમુખ વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ) તેમજ સુરત શહેરના ડ્રાઈવિંગ સ્કૂલના સંચાલકો ઉપસ્થિત રહેલા હતા.

Leave a Reply

Translate »