સુરતના અડાજન પાટીયા વિસ્તારમાં રહેતા બિઝનેસમેન ડો. ફારુક પટેલનો પુત્ર ઉંમર પટેલના નામે ખૂબ જ નાની વય (૧૨ વર્ષ અને ૨ મહિના)એ માઉન્ટ એવરેસ્ટ બેસ કેમ્પ કરવાનો રકોર્ડ નોંધાયો છે. વર્ષ 2023ના ઉનાળુ વેકેશન દરમિયાન ઉંમર તેની માતા આયેશા પટેલ સાથે માઉન્ટ એવરેસ્ટ બેસ કેમ્પ (જેની ઉંચાઈ 5364 M; 17,598 ft.) ને સર કર્યો હતો. જેની નોંધ ઈન્ડિયા બુક રેકોર્ડ (IBR)એ લઈને ઉંમરને તેમાં સ્થાન આપ્યું છે. જેનાથી તેના પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ઉંમર પટેલ દિવાળી વેકેશન(તા. 15 નવેમ્બર 2023ના રોજ)માં તેની માતા આયેશા પટેલે બહેન ઝારા ફારુક પટેલ (10 વર્ષ)ને સાથે સાઉથ આફ્રિકાના તંઝાનિયા સ્થિત નિષ્ક્રિય જ્વાળામુખી કિલીમંજારો પર સફળતાપૂર્વક પર્વતારોહણ કર્યું છે. સૌથી નાની 10 વર્ષની વયની ઝારા પટેલે બરાફુ હાઈટ કેમ્પ સુધી જમીનથી 4800 મીટર સુધી, 12 વર્ષીય ઉંમર પટેલે ઉહુરુ પીક 5895 મીટર સુધી જ્યારે માતા આયેશા ફારુક પટેલે સ્ટેલા પોઈન્ટ 5410 મીટર સુધી સફળતાપૂર્વક પર્વતારોહણ કર્યું હતું.