નવી દિલ્હી: સુરત, ગુજરાતના KP ગ્રૂપ અને પાવર સેક્ટર સ્કિલ કાઉન્સિલ (PSSC) વચ્ચે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પર સહયોગ કરવા માટે અધિકૃત રીતે ત્રણ વર્ષ માટે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) થયા છે. એમઓયુ પર ડૉ. વી.કે. સિંઘ, PSSC ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને KP ગ્રુપના સ્થાપક ડૉ. ફારુક જી. પટેલ વચ્ચે કેપી હાઉસ ખાતે હસ્તાક્ષર થયા. આ કરાર વખતે કેપી ગ્રુપના તમામ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તેમજ PSSCના નોડલ ઓફિસર અશ્વિન પંડ્યા અને સ્ટેટ કોર્ડિનેટર હર્ષિદા પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતા.
આ તબક્કે ડો. વી.કે.સિંઘે કહ્યું હતુ કે, અમારું સૌભાગ્ય છે કે, અમે કેપી ગ્રુપની ટીમને પાવર સેક્ટરમાં થતા અપડેટ માટે ટ્રેનિંગ આપીશું. સામાન્ય પરિવારમાંથી આવતા ડો. ફારુકે જે રીતે કંપનીને 30 વર્ષમાં ગ્રોથ કરી છે તેનાથી અમે પ્રભાવિત થયા છીએ. અમારી વચ્ચેની સમજૂતિ તે ગુજરાતમાં સારું સ્કીલ ઊભું કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. હાલ દેશમાં 30 કરોડ સ્માર્ટ મીટર લાગવા જઈ રહ્યાં છે. તે માટે ગુજરાતમાં ટેક્નિશિયનોની ટીમ ઊભી કરવા અમે કેપી ગ્રુપ સાથે ટ્રેનિંગ કેમ્પ ચલાવીશું. ઉપરાંત વિવિધ ટ્રેનિંગ થકી દેશ-દુનિયામાં એમ્પલોયમેન્ટ મોકલી શકાશે,.
આ એમઓયુ પાછળનો હેતુ દર્શાવતા નોડલ ઓફિસર અશ્વિન પંડ્યાએ કહ્યું હતું કે, બંને વચ્ચેના કરારનો ઉદ્દેશ્ય રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ટેક્નિકલ કૌશલ્યોના વિસ્તરણ અને પાવર સેક્ટરમાં હાલના કર્મચારીઓના કૌશલ્યોને તાલીમના માધ્યમથી વધારવાનો છે. જેમાં પાવર સેક્ટર સ્કિલ કાઉન્સિલ (PSSC) KP એનર્જી લિમિટેડ માટે QP/NOS આધારિત અને NSQF સંરેખિત અભ્યાસક્રમો વિકસાવશે. KP ગ્રુપની મદદથી રિન્યુએબલ એનર્જીના કન્ટેન્ટ ડેવલપમેન્ટ માટે નોકરીની ભૂમિકાઓની રચના અથવા ગોઠવણીનું અન્વેષણ કરશે. આ કૌશલ્ય તાલીમ માટે જાગૃત્તિ ફેલાવાશે. કેપી ગ્રુપ ટ્રેનિંગ માટેની તમામ સુવિધાઓ ઊભી કરશે.
ડો. ફારુક પટેલે કહ્યું હતું કે, સૌ પ્રથમ હું ટ્રેનિંગ લઈશ અને મારી કોર ટીમને ટ્રેનિંગ અપાવીશ. રિન્યુએબલ એનર્જીનો બિઝનેસ શરૂ કરતા પહેલા અમે આજ પદ્ધતિ અપનાવી હતી. જે આજે કંપનીને ફાયદાકારક સાબિત થઈ રહી છે. અમે માત્ર અમારી કંપની પુરતી જ આ ટ્રેનિંગ નહીં ન રાખતા તેને અમારા સીએસઆર અંતર્ગત વિવિધ સ્કૂલ-કોલેજોમાં પણ લઈ જઈશું, જેથી ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં એક કાબેલ ફૌજ ઊભી કરી શકાય.