સુરત સ્થિત કેપી ગ્રુપની ફલેગશીપ કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.નો આઈપીઓ આજે 15 માર્ચે ઓપન થયો હતો. જોકે એક દિવસ પહેલા એંકર બુક માટે તે ખુલ્યો હતો જેમાં રૂ. 54 કરોડ એકત્ર કરવામાં સફળ રહ્યો હતો. જ્યારે આજે ઈશ્યુ ઓપનના પ્રથમ દિવસે જ તે 1.75 ટાઈમ ભરાયો હતો. કેપી ગ્રુપની બે કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી અને કેપી એનર્જી લિ. પણ શેર બજારમાં સારું પ્રદર્શન કરી રહી હોવાથી રોકાણકારોનો આ કંપનીના નવા ઈશ્યુ પર પણ વિશ્વાસ બેઠો હોય તેવું આંકડા જોતા લાગી રહ્યું છે. ઈશ્યું 19 માર્ચે બંધ થશે. ત્યારે રિકવાયરમેન્ટ રૂ. 189.50 કરોડની સામે અનેકગણો ભરાય તેવી સંભાવના શેરબજારના માંધાંતા વ્યક્ત કરી રહ્યાં છે.
એંકર બુકમાં ક્યા રોકાણકારોએ રોકાણ કર્યું.
BofA સિક્યોરિટીઝ યુરોપ SA – ODI એ KP ગ્રીન એન્જિનિયરિંગ IPOની એન્કર બુકમાં સૌથી મોટા રોકાણકારો હતા, જેમણે રૂ. 5.99 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર ખરીદ્યા હતા, ત્યારબાદ NAV કેપિટલ VCC અને LC Radiance Fund VCC હતા, જેમણે લગભગ રૂ. 4 કરોડના મૂલ્યના શેર ખરીદ્યા હતા. જ્યારે મોર્ગન સ્ટેનલી એશિયા (સિંગાપોર) એ કંપનીમાં રૂ. 2 કરોડનું રોકાણ કર્યું હતું. સિલ્વર સ્ટ્રાઈડ ઈન્ડિયા ગ્લોબલ ફંડ, બીકન સ્ટોન કેપિટલ વીસીસી, ગેલેક્સી નોબલ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, ફિનાવેન્યુ કેપિટલ ટ્રસ્ટ, પર્સિસ્ટન્ટ ગ્રોથ ફંડ, ક્રાફ્ટ ઇમર્જિંગ માર્કેટ ફંડ, 3 સિગ્મા ગ્લોબલ ફંડ, ફોર્બ્સ EMF, નોવા ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, ઝીલ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ ફંડ પીસીસી, એજી ડાયનેમિક ફંડ્સ અને એમિનન્સ ગ્લોબલ ફંડ એ એન્કર બુકમાં અન્ય રોકાણકારોએ ભાગ લીધો હતો. કેપી ગ્રીન એન્જિનિયરિંગ તેના 1.31 કરોડ ઇક્વિટી શેરના પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 189.50 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે, જેમાં વેચાણ માટેના કોઈ ઘટક વિનાનો માત્ર નવો ઇશ્યૂ છે. IPO માટે પ્રાઇસ બેન્ડ 137-144 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
15 માર્ચે ઈશ્યું ઓપનમાં આ શેર કેટલો ભરાયો…
અધિકૃત આંકડા જોઈએ તો 15 માર્ચે કેપી ગ્રીન એન્જિનિયરિંગનો ઈશ્યું ઓપન થયો. જેમાં સબસ્ક્રીબ્શનની વિગતો જોઈએ તો ક્વોલિફાઈ ઇન્સિટ્યુશનલ બાયર (ક્યુઆઈબી) કેટેગરીમાં 1.69 ટાઈમ (બીડ એમાઉન્ટ (60.83 કરોડ) હાઈનેટવર્થ ઈન્ડ્યુવિઝ્યુઅલ(એચએનઆઈ)માં 1.33 ટાઈમ(બીડ એમાઉન્ટ 35.83 કરોડ), રિટેઈલમાં 1.97 ટાઈમ (બીડ એમાઉન્ટ 123.93 કરોડ ભરાયું છે. ટોટલ જોઈએ તો 1.75 ટાઈમ આઈપીઓ ભરાયો છે. અને ટોટલ બીડ એમાઉન્ટ જોડીએ તો રૂ. 220.58 કરોડ થવા જઈ રહી છે. પહેલા દિવસનો પ્રતિસાદ જોતા આઈપીઓ અનેકગણો ઓવરસબસ્ક્રાઈબ થઈ રહ્યો છે.