સુરત: સુરત: હુરુન ઈન્ડિયાની લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ ટેનમાં દેશના ટોચના ધનિકોતો સામેલ થાય છે પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ સામેલ થયું છે. તેમાં એક તરવરતુ નામ આશ્ચર્યચકિત કરી ગયુ અને તે છે, સોલાર કિંગ તરીકે જાણીતા બનેલા કેપી ગ્રુપના ડો. ફારુક પટેલનું. એક બસ કંડક્ટરના દિકરાએ વર્ષ 1994માં રૂ. એક લાખની મુડી સાથે કેપી ગ્રુપના નામથી શરૂ કરેલી બિઝનેસ સફર તેના અથાગ પરિશ્ચમ, ઈનાવેશન, મેનેજમેન્ટ થકી તેને સુરતના ટોપ-પાંચમાં સ્થાન અપાવી ગઈ છે. ડો. ફારુક પટેલ 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમે સ્થાન પામનારા અરબપતિ બિઝનેસમેન બની ચુક્યા છે. સુરતમાં કુલ 28 અબજપતિ છે, ટોપ-10ની વાત કરીએતો ,તેમાં એથર ઇન્ડસ્ટ્રીઝના અશ્વિન દેસાઈ પાસે સૌથી વધુ 10700 કરોડ રૂપિયાની સંપત્તિ છે. , ત્યાર બાદ ડો. ફારુક પટેલ(કેપી ગ્રુપ ) 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના અરબપતિ બિઝનેસમેન બની ગયા છે. તેમની કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી, કેપી એનર્જી અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ પણ શેર બજારમાં સારું એવું પ્રદર્શન કરી રહી છે. ડો. ફારુકની કંપની રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરી રહી છે . સોલારમાં 473 મેગાવોટ તેઓ ઈન્સ્ટોલ કરી ચુક્યા છે અને 2.33 ગીગાવોટના ઓર્ડર કંપનીના હાથમાં છે. જ્યારે વિન્ડમાં 840 મેગાવોટના પ્રોજેક્ટ તેઓ કરી ચુક્યા છે અને 1009 મેગાવોટના ઓર્ડર હાથમાં છે. ત્રણેય કંપની મળીને તેમ માર્કેટ કેપ 18000 કરોડથી વધુનું છે. ગ્રુપનું બિઝનેસ એમ્પાયર રૂ. 186 બિલિયનથી વધુ છે. માર્ચ-2024માં જ ડો. ફારુક પેટલની ત્રીજી કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ બીએસઈના એમએસઈ પ્લેટફોર્મ પર દેશનો સૌથી મોટો 189.50 કરોડનો આઈપીઓ લઈને આવી હતી. કેપી ગ્રીન એશિયાનું સૌથી મોટુ ગેલ્વેનાઈઝીંગ કેટલ માતર ગામની નવી કંપનીમાં બનાવી રહી છે. ગુજરાતનો સૌથી મોટું પ્રાઈવેટ સોલાર પાર્ક પણ ડો. ફારુક પટેલની કંપની પાસે છે અને દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા સાત વિન્ડ ટર્બાઈન નાંખવાનો રેકોર્ડ પણ ફારુક પટેલના નામે છે. તેઓ ઈન્ડીવ્યુઝલ સુરતના સૌથી મોટા ટેક્સપેયર પણ છે.
ટોપ ટેનમાં સામેલ અન્ય બિઝનેસ ટાઈકુન: એનજે ઈન્ડિયાનાના નિરજ ચોકસી 9600 કરોડ, કિરણ જેમ્સના બાબુ લખાણી-ફેમીલી પાસે 7400 કરોડ, જ્યારે શ્રી રામકૃષ્ણા એક્સપોર્ટના ગોવિંદભાઈ ધોળકિયાની 6100 કરોડ, કલરટેક્સસ ઈન્ડસ્ટ્રીઝના જયંતીલાલ જરીવાળા 5300 કરોડ, હરીકૃષ્ણા એક્સપર્ટના સવજીભાઈ ધોળકિયા 3700 કરોડ, ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ-ફેમીલી 3600 કરોડ રૂપિયા, હરીકૃષ્ણા એક્સપર્ટના તુલસી ધોળકિયા રૂ. 3100 કરોડ અને શ્રી રામકૃષ્ણા એક્સપોર્ટના વરસામભાઈ નારોલા-ફેમીલી 3100 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સામેલ છે.
ગુજરાતમાં અબજોપતિઓની સંખ્યા 60થી વધીને 129 થઈ
‘હરુન ઈન્ડિયા’એ ભારતના અબજોપતિ લોકોનું લિસ્ટ બહાર પાડ્યું છે, જેમાં 1 હજાર કરોડ રૂપિયા કે તેનાથી વધુની સંપત્તિ ધરાવતા લોકોનો સમાવેશ કર્યો છે. લિસ્ટમાં આખા દેશમાં 1539 અબજપતિ સામે આવ્યા છે. જેમાં ગુજરાતીઓએ સારું એવું કાંઠું કાઢયું છે. ગુજરાતમાં ચાર વર્ષમાં અબજપતિઓની સંખ્યા 60થી વધીને 129 થઈ ગઈ છે. દેશભરતમાં અબજપતિઓની સંખ્યામાં મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાત રાજ્ય ત્રીજા ક્રમે છે.
ગુજરાતમાં બે વ્યક્તિ પાસે 1 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ
ગુજરાતમાં 1 લાખ કરોડ રૂપિયા કરતા વધુની સંપત્તિ ધરાવતા બે બિઝનેસમેન છે. 11.61 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ગૌતમ અદાણી પહેલા નંબર પર છે. જ્યારે ઝાયડસ લાઈફસાયન્સના પંકજ પટેલે પહેલી વખત 1 લાખ કરોડ રૂપિયાની સંપત્તિનો માઈલસ્ટોન હાંસિલ કર્યો છે. તેમની પાસે 1.01 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. નિરમાના કરસનભાઈ પટેલ 80 હજાર કરોડ, જ્યારે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના સમીર મહેતા અને સુધીર મહેતા બંને 70.90 હજાર કરોડના માલિક છે.
દેશમાં..હુરૂન ઈન્ડિયા રીચ લિસ્ટમાં ગૌતમ અદાણી રૂ. 11.61 લાખ કરોડ સાથે પ્રથમ ક્રમે છે. મુકેશ અંબાણી 10.14 લાખ કરોડ સાથે બીજા ક્રમે, શીવ નાદર 3.14 લાખ કરોડ સામે ત્રીજા ક્રમે, સાયરસ પુનાવાલા 2.89 લાખ કરોડ સાથે ચોથા ક્રમે અને દિલિપ સંઘવી રૂ. 2.49 લાખ કરોડ સાથે પાંચમા ક્રમે છે.