સુરત મહાનગર પાલિકાના 22000 જેટલા કર્મચારીઆે 2021ના નવા વર્ષના વધામણાં યુનિફાેર્મ ન પહેરીને કરશે. એવું નથી કે તેઆે ઉજવણીના ભાગરૂપે રંગીન કપડાં ધારણ કરીને કચેરીએ આવશે. પરંતુ વિરાેધના ભાગરૂપે તેઆે આમ કરશે. કારણ, એ છે કે, આટલા બધા કર્મચારીઆેને બે વર્ષથી નવા યુનિફાેર્મ ફાળવવામાં નથી આવી રહ્યાં. જેથી, સુરત સુધરાઈ કર્મચારી (સ્ટાફ) મંડળએ મનપા કમિશનર બંચ્છાનિધિ પાનીને પત્ર લખી તેમજ રૂબરૂ મળીને આ ચીમકી આપી છે. જાેકે, મનપા કમિશનરે તત્કાલિક ધાેરણે સંબંધિત અધિકારી ડીએમ જરીવાળા (ઝાેનલ ચીફ)ને બાેલાવીને આ મામલે તતડાવ્યા હતા અને કાેઈ પણ રીતે પ્રાેસિઝર પુરી કરીને કર્મચારીઆેને યુનિફાેર્મ પુરા પાડવા માટે કડક સૂચના આપી છે.
સુરત સુધરાઈ કર્મચારી મંડળના પ્રમુખ ઈકબાલ શેખે કહ્યું કે, સુરત મનપા તરફથી દર વર્ષે પ્રત્યેક કર્મચારી (મહિલા તેમજ પુરુષ)ને મળીને ત્રણ જાેડી યુનિફાેર્મનું કાપડ આપવામાં આવે છે પરંતુ પાછલા બે વર્ષથી વિભાગ તે અંગે દરકાર લેતુ નથી. પરિણામે ઘણાં કર્મચારીઆે ઘસાયેલા કે રફ થઈ ગયેલા યુનિફાેર્મ પહેરવા મજબૂર બન્યા છે. વિભાગ ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને આ કાપડ મંગાવે છે પરંતુ તે પ્રાેસિઝર જ હજી સુધી થઈ ન હાેવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. આ મામલે કમિશનરને રજૂઆત કરાઈ છે અને 30 ડિસેમ્બર 2020 સુધીમાં અગર જાે તમામ કર્મચારીઆેને યુનિફાેર્મ ન પૂરા પાડવામાં આવે તાે યુનિફાેર્મનાે બહિષ્કાર કરવામાં આવશે અને રેગ્યુલર ઘરેલુ કપડા પહેરીને તમામ સ્ટાફ ફરજ પર આવશે.
ઈકબાલ શેખે કહ્યું કે, કમિશનરે આ મામલે હકારાત્મક વલણ અપનાવ્યું છે અને તેઆેએ સંબંધિત અધિકારીને કડક સૂચના આપી છે. ડીએમ જરીવાળાએ પ્રાેસિઝર બાકી હાેવાની વાત કહેતા કમિશનરે તેઆેને સીધા કંપનીમાંથી ખરીદી કરવાની સૂચના આપી છે. જેનાથી મનપાને પણ ફાયદાે થશે અને વચ્ચેથી ડીલર નીકળી જશે. સૂત્રાેના કહેવા મુજબ કર્મચારીઆેને યુનિફાેર્મ માટે એક જ પાર્ટીએ ટેન્ડર ભર્યું હતું. આ કમિટીમાં કમિશનર પણ પાેતે હાેવાથી તેઆેએ હવે સીધા કંપની પાસેથી ભાવ મંગાવવા માટે સૂચના આપી હાેવાથી સંભવતઃ આ સમસ્યાનાે નિકાલ આવી જશેે એવું લાગી રહ્યું છે.
-કર્મચારી મંડળે આ મુદ્દે પણ રજૂઆત કરી કરી
-સ્મીમેર હાેસ્પિટલમાં વાળંદની જગ્યા ઊભી કરવા
– કર્મચારીઆેના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરવા
– જંતુનાશક અધિકારીની ખાલી જગ્યા ભરવા
– કાેવિડમાં માેતને ભેટેલા કર્મચારીઆેને કેન્દ્ર-રાજ્યની તાત્કાલિક સહાય પૂરી પાડવા
– કાેવિડમાં રજા ન લેનાર કર્મચારીઆેને 2021માં તમામ રજા મજરે આપવા
– આંગણવાડી ની 21 મુખ્ય સેવિકાઆેને પરમેનન્ટ કરવા
– નિવૃત કર્મચારીઆેને આેળખપત્ર આપવાની રજૂઆત કરવામાં આવી હતી.