રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને લઈને પણ મોટો નિર્ણય લેવાયો છે. જેના આધારે હવે ગુજરાતના 4 મહાનગરોમાં 15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો છે. હવે રાતના 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂ યથાવત રહેશે. સાથે જ લગ્ન પ્રસંગ માટે 100 વ્યક્તિઓની પરવાનગીમાં પણ સરકાર દ્વારા ફેરફાર કરાયો છે. જેથી હવે જાહેરમાં લગ્ન પ્રસંગમાં 100ના બદલે 200 વ્યક્તિઓને છૂટ આપવામાં આવી છે.
કોરોના કહેરના કારણે લગ્ન સમારંભની સંખ્યા ઘટી ગઈ છે. જેને ધ્યાનમાં લઈને સરકારે મહેમાનોની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. હવે 200 લોકો લગ્નમાં હાજરી આપી શકશે, પરંતુ કોરોનાનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જેમાં ફરજિયાત માસ્ક, સેનેટાઈઝર સહિતની વ્યવસ્થા લગ્ન પ્રસંગમાં રાખવી જરૂરી રહેશે. જો નિયમનો ભંગ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.