એસટી કર્મચારીની પોસ્ટથી વિવાદ, ઈન્ટુકે માત્ર ઠપકો આપ્યો, ડીસી ચૂપ!

  • રાજા શેખ, સુરત

સુરત એસટી વિભાગના સિનિયર એકાઉન્ટન્ટ અને એસટી કર્મચારી મંડળના જનરલ સેક્રેટરી સંજય ચીમન પટેલ દ્વારા એક ગ્રુપમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધની પોષ્ટ નાંખતા વિવાદમાં ઘેરાયા છે. આ કર્મચારી ઈન્ટુકના પણ હોદ્દેદાર છે તેવામાં સુરત કોંગ્રેસમાંથી પણ તેમની સામે ખાતાકીય તપાસ કરીને ફરજ મુક્તિની માંગ ઉઠી છે તો બીજી તરફ, એસટીના સર્વધર્મ સમભાવમાં માનતા કર્મચારીઓમાં પણ તેની સામે કડક પગલા લેવા માંગ ઉઠી છે. આમઆદમી પાર્ટીની વિરુધ્ધ પણ આ જ પોસ્ટમાં લખાયું હોવાથી આપ પણ તેની સામે પગલા ભરવા મેદાનમાં ઉતરી છે. ઈન્ટુકે આ મામલે સંજય પટેલને ઠપકો આપતા તેમણે આ પોસ્ટ ડીલીટ કરીને માફી માંગીને ફોર્માલિટી તો પુરી કરી છે પરંતુ ડિવિઝનલ કંટ્રોલર સંજય જોષીએ હજી સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરી ન હોવાનું જાણવા મળ્યું છે!! ડીસી સંજય જોષીને અમે પુછ્યું તો કહ્યું કે, મારી પાસે આવી કોઈ ફરિયાદ આવી નથી. એક્શન મામલે પુછ્યું તો પણ તેઓએ આ જ જવાબ રીપીટ કરીને ફોન મુકી દીધો.

સુરત કોંગ્રેસના પૂર્વ નગર સેવક અને માઈનોટિરીટ અધિકાર સમિતિના કન્વીનર અસ્લમ સાઈકલવાળાએ જીએસઆરટીસીના એમડી એચઆર પટેલને મેલ મારફત કરેલી ફરિયાદ મુજબ સુરત જીએસઆરટીસી ખાતે સિનિયર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારી સંજય ચીમન પટેલ દ્વારા એમના મોબાઈલ નંબર પરથી જી.એસ.આર.ટી.સી. ના સાથી કર્મચારીઓના એક વોટ્સએપ ગ્રુપ (ભ્રષ્ટાચાર મુક્ત સુરત S.T.)માં પોતાની વિકૃત મુસ્લિમ વિરોધી માનસિકતા છતી કરતા હોય એમ મેસેજ કરવામાં આવ્યો છે. આ કર્મચારી અગાઉ પણ આવા મુસ્લિમ વિરોધી મેસેજ કરતા આવ્યા છે. એક સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા વ્યક્તિ આવી એક ચોક્કસ સમાજ/ધર્મ માટે કટ્ટરવાદી વિકૃત માનસિકતા રાખે એ યોગ્ય નથી.સંજય પટેલના આ મેસેજ અન્ય વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થઈ રહ્યા છે જેના કારણે જી.એસ.આર.ટી.સી. ની છબી ખરડાઈ રહી છે.આવા મેસેજના કારણે સૌ મુસ્લિમ સમાજની લાગણી દુભાય છે તેમજ સમાજમાં રોષની લાગણી પ્રસરી રહી છે. આવા કટ્ટર કોમવાદી માનસિકતા ધરાવતા કર્મચારી વિરુદ્ધ આપશ્રી દ્વારા તાકીદે યોગ્ય કાર્યવાહી કરી ફરજ માંથી તાત્કાલિક અસરથી ફરજ મૌકૂફ કરવામાં આવે એવી અમારી માંગણી છે. આવી જ એક ફરિયાદ સુરત કોંગ્રેસના વોર્ડ પ્રમુખ મુસ્તાક કાનુગા દ્વારા પણ કરવામાં આવી છે.

એસટી કર્મચારી યુનિયને પણ વિરોધ નોંધાવી સંજય પટેલની ટીકા કરાય

એસટી કર્મચારી યુનિયનના માજી કાર્યકારી પ્રમુખ રશીદ શેખે તમામ એસટી કર્મચારીઓને સંજય પટેલની પોસ્ટની ટીકા કરતા લખ્યું હતું કે, સંજય પટેલ રોજ કટ્ટરતા ફેલાવતા અને ભાઈચારાને ખતમ કરતા મેસેજ વોટ્સએપ ગ્રુપમાં નાંખે છે હવે મૌલવીઓ અંગે ખેદજનક ટીપ્પણી કરતો મેસેજ નાંખ્યો છે, જેથી કર્મચારી યુનિયનના સતુભા .બટુક ભાઈ ધિરેન્દ્રસિહ તમામ દિગ્ગજ નેતાઓ તેને ઠપકો આપી કાર્યવાહી કરે તો જ અમુલ્ય અને અતુલ્ય ભારતની સોચ બરકરાર રહેશે અને ગુજરાત એસટી નિગમમાં હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈની ભાવના ટકી રહેશે.

સંજયે માફી માંગી લીધી છે, આગળ ન કરવાની બાંયેધરી પણ આપી

ઈન્ટુકના પ્રમુખ અને સુરત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નૈષધ દેસાઈએ કહ્યું કે, સંજય પટેલને આ મામલે ઠપકો આપવામાં આવ્યો છે, અને તેને તેની ભૂલ સમજાતા તેણે આ પોસ્ટ ડીલીટ કરીને માફી માંગી લીધી છે અને હવે પછી ભાઈચારાને નુકસાન કરતી કોઈ પોસ્ટ ન નાંખે તેવી બાંયેધરી પણ આપી છે. જો તે આમ ન કરતે તો તેને નોટીસ આપીને ઈન્ટુક દ્વારા કાર્યવાહી કરવામાં આવતે.  ંમને લાગે છે કે, આમાં એસટીનુ આંતરિક રાજકારણ પણ હોઈ શકે.

Leave a Reply

Translate »