બ્રિટનની કોર્ટનું ફરમાન : સેક્સ પહેલા પોલીસ અને મહિલાને માહિતી આપવી પડશે

બ્રિટનની ઍક કોર્ટે ઍક યુવક અંગે ઍવો ચુકાદો આપ્યો કે જાણીને દરેક જણ નવાઈ પામી ગયા. કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે યુવકે કોઈ મહિલા સાથે સેક્સના ૨૪ કલાક પહેલા પોલીસ અને તે મહિલા બંનેને જાણકારી આપવી પડશે. આ સાથે જ યુવકના કોઈ મહિલા સાથે બિનજરૂરી વાત કરવા ઉપર પણ રોક લગાવવામાં આવી છે.
૩૯ વર્ષના યુવક ડીન ડાયર પર શારીરિક હુમલા મામલે અનેક કેસ ચાલી રહ્ના છે. ઍક મહિલાઍ યુવક પર આરોપ લગાવ્યો કે પાર્ટી દરમિયાન તેણે ખોટી રીતે સ્પર્શ કર્યો હતો અને વિરોધ કર્યો તો રેપની ધમકી આપી હતી. જા કે અત્યાર સુધી કોઈ પણ શારીરિક અપરાધ અંગેનો ગુનો સાબિત થયો નથી. ડેઈલી મેલના રિપોર્ટ મુજબ કોર્ટે યુવક વિરુદ્ધના આરોપો સાંભળ્યા બાદ તેને સેક્સ્યુઅલ રિસ્ટ્રેન્ટ ઓર્ડર પકડાવી દીધો. યુવક પર ૧૪ વર્ષની ઍક તરુણી સાથે સંબંધ બનાવવાની કોશિશ સહિતના શારીરિક અપરાધ સંબંધિત સાત આરોપ છે. બ્રિટન ની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ઍમ પણ કહ્નાં કે રોજબરોજના કામ દરમિયાન યુવક ફક્ત ઍ જ મહિલાઓ સાથે વાત કરી શકે કે જેની સાથે વાત કરવી ખુબ જરૂરી હોય. બ્રિટનમાં સેક્સ્યુઅલ રિસ્ટ્રેન્ટ ઓર્ડર ઍક સિવિલ ઓર્ડર હોય છે. સામાન્ય રીતે ઍવા લોકોને પકડાવવામાં આવે છે જેના પર દોષ સાબિત થયો નથી અને જેનાથી સોસાયટીની જાખમ સમજવામાં આવે છે.

Leave a Reply

Translate »