ઉમેદવારો જાહેર થતા જ સુરતમાં ભાજપમાં ભડકો

સુરત મનપાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ગઈકાલે સાંજે સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરવાની સાથે કેટલાક વોર્ડમાં ભારે વિરોધ ઉઠ્યો છે. લિંબાયતના વોર્ડ નં- ૨૮ અને ૨૯ના કાર્યકરોઍ સ્થાનિક ઉમેદવાર બનાવવાની રજુઆત કર્યા બાદ આજે બપોરે મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપ કાર્યલય ખાતે રાજીનામા આપવા પહોચ્યા હતા. કાર્યકરોઍ સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કયું હતુ.ં મોટી સંખ્યામાં કાર્યકરોના ટોળાને પગલે રોડ પર ટ્રાફિક ïજામ સર્જાયુ હતું. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મેરેથોન બેઠક બાદ ગુરુવારે સાંજે સુરત સહિત છ મનપાઅોની ચૂંટણીઅો માટે પ્રદેશ ભાજપ દ્વારા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. સુરતમાં કુલ ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો માટે ઉમેદવારો જાહેરાત કરવાની સાથે કેટલાક વોર્ડમાં ભાજપના કાર્યકર્તાઅો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્ના છે. ગત રોજ મોડી રાત સુધી કાર્યકરો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સરથાણા વિસ્તારમાં આયાતી ઉમેદવારને લઈને સ્થાનિક કાર્યકર્તાઅોમાં ભારે આક્રોષ જાવા મળ્યો હતો અને ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાની અોફીસની બહાર સૂત્રોચાર કરી ભાજપના કાર્યકરોઍ પોતાનો રોષ વ્યકત કર્યો હતો. ધારાસભ્યને કાર્યકર્તાઅોને સમજાવવા આવવું પડ્યું હતું. જયારે લિંબાયત વિસ્તારમાં વોર્ડ નં-૨૮ અને ૨૯માં પણ કાર્યકર્તાઅોમાં ભારે વિરોધ જાવા મળ્યો છે. અને ગઈકાલે આ બંને વોર્ડમાં કાર્યકર્તાઅો દ્વારા સ્થાનિક ઉમેદવારની માંગણી સાથે ભાજપ કાર્યલય ખાતે રજુઆત કર્યા બાદ આજે બપોરે બાર વાગ્યે મોટી સંખ્યામાં કાર્યકર્તાઅો ભાજપ કાર્યલય ખાતે સામુહિક રાજીનામા આપવ માટે પહોચ્યા હતા. ઉધના મેઈન રોડ ખાતે આવેલ ભાજપ કાર્યલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઅો પહોચી ભારે સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરતા રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો તો કાર્યલય પાસે પોલીસ પણ પહોચી ગઈ હતી.

Leave a Reply

Translate »