ત્રિપુરાના સીએમ બિપ્લબ કુમાર દેબ તેમના નિંદાસ્પદ નિવેદનો માટે આખા દેશમાં પ્રખ્યાત છે, તે હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. બિપ્લેબે દાવો કર્યો છે કે ભાજપ નેપાળ અને શ્રીલંકામાં પણ સરકાર બનાવવા માંગે છે. બિપ્લબના નિવેદનને લઈને હવે વિવાદ ઉભો થયો છે. બિપ્લબ કુમારે દાવો કર્યો હતો કે, ‘જ્યારે અમિત શાહ ભાજપ અધ્યક્ષ હતા, ત્યારે તેમણે અમને કહ્યું હતું કે પાર્ટી પોતાનો વિસ્તાર વધારવા માંગે છે અને નેપાળ અને શ્રીલંકામાં શાસન માટેનો પ્લાન બનાવી રહી છે.’ બિપ્લેબએ દાવો કર્યો હતો કે અમિત શાહે રાજ્ય ગેસ્ટ હાઉસ ખાતે અનેક કાર્યકરો સાથેની બેઠકમાં આ વાત કરી હતી.
સામાન્ય બજેટની પ્રશંસા કરતાં બિપ્લેબે કહ્યું કે, આ આત્મનિર્ભર સાઉથ એશિયાના નિર્માણ તરફનું એક પગલું છે. ભારતની નીતિ અને એક્શન બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળને આત્મનિર્ભર બનાવવામાં પણ સક્ષમ છે. ત્યારે હવે વિપક્ષી પાર્ટીઓ સીપીએમ અને કોંગ્રેસે બિપ્લબના આ નિવેદનને અલોકતાંત્રિક ગણાવીને તાત્કાલિક પગલા લેવાની માંગ કરી છે
વિપક્ષી કોંગ્રેસ અને સીપીએમે કહ્યું કે બિપ્લબનું નિવેદન નેપાળ અને શ્રીલંકા જેવા સાર્વભૌમ દેશો વિરુદ્ધનું બહુ લોકશાહી નિવેદન હતું. તેમના નિવેદનની તપાસ થવી જોઇએ કે જેમાં તેમણે અમિત શાહની આ દેશોમાં સત્તા મેળવવા માટેના પ્લાન વિશે વાત કરી હતી અને દાવો કર્યો છે.