કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોનો દેશવ્યાપી ચક્કાજામ

“દેશવ્યાપી ચક્કા જામની જાહેરાત વચ્ચે રાજધાની દિલ્હીમાં ખેડૂતોએ 12 થી 3 વાગ્યાનો ચક્કા જામ શરૂ કરી દીધો છે. કૃષિ કાયદાનો વિરોધ કરતાં 40 ખેડૂત સંગઠનો આજે સમગ્ર દેશમાં ચક્કાજામ કરી રહ્યાં છે. આજે બપોરે 12 વાગ્યાથી શરૂ થયેલો ચક્કાજામ 3 વાગ્યા સુધી ચાલશે. આ પહેલાં જ દિલ્હીમાં અસર થઈ શકે એવાં 10 મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યાં છે. એમાં મંડી હાઉસ, ITO, દિલ્હી ગેટ, વિશ્વવિદ્યાલય, ખાન માર્કેટ, નેહરુ પ્લેસ, લાલકિલ્લા, જામા મસ્જિદ, જનપથ અને કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશન બંધ છે. અહીં કુલ 285 મેટ્રો સ્ટેશન છે.

photo credit : outlookindia

ખેડૂતોએ કહ્યું હતું કે પ્રદર્શન શાંતિપૂર્ણ કરવામાં આવશે. બીજી બાજુ, ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે દિલ્હી-એનસીઆર, યુપી અને ઉત્તરાખંડમાં રસ્તાઓ જામ કરવામાં નહીં આવે. દિલ્હીમાં તો રોજ ચક્કાજામ જેવી સ્થિતિ હોય છે, તેથી ત્યાં જામ કરવાની કોઈ જરૂર નથી. જોકે યુપી અને ઉત્તરાખંડને આ આંદોલનથી અલગ રાખવાનું કારણ વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમણે એ વિશે કહ્યું છે કે આ બંને રાજ્યોના ખેડૂતોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે અને તેમને કોઈપણ સમયે બોલાવવામાં આવી શકે છે.

Leave a Reply

Translate »