હંમેશાં લોકો પરફ્યુમ ખરીદતી વખતે માત્ર તેની ફ્રેગરન્સ પર ધ્યાન આપે છે. પરંતુ પરફ્યુમની ફ્રેગરન્સને સારી રીતે સુંઘવા માટેતેને ક્યાં સ્પ્રે કરવું જોઈએ. સસ્તા અથવા મોંઘા પરફ્યુમમાંથી તમારા માટે કયું યોગ્ય છે તે જાણવું જરૂરી છે. અહીં જણાવેલ કેટલીક ટીપ્સ તમને તમારા માટે યોગ્ય પરફ્યુમની પસંદગી કરવામાં મદદ કરશે.
1. ઓ ધ ટોયલેટ અથવા ઓ ધ પારફૂમઃ- ફ્રેગરન્સ બોટલ્સ પર ઓ ડી ટોયલેટ, ઓ ડી પારફૂમ, ઓ ડી કલોન અથવા બોડી મિસ્ટ લખેલું હોય છે. તે એટલા માટે કેમ કે દરેક ફ્રેગરન્સ બોડી પર એક ચોક્કસ સમય સુધી રહે. જેમ કે-
-પારફૂમની ફ્રેગરેન્સ 6-8 કલાક સુધી રહે છે.
-ઓ ડી પારફૂમ 5 કલાક સુધી રહે છે
-ઓ ડી ટોયલેટ 2-3 કલાક સુધી રહે છે
-ઓ ડી કલોન 2 કલાક સુધી રહે છે
-બોડી મિસ્ટ એક કલાકથી પણ ઓછ સમય સુધી રહે છે.
2. ક્યાં સ્પ્રે કરવુંઃ- વોર્મ સ્કિન અથવા બોડીનો તે ભાગ જે સૌથી વધારે મૂવ કરે છે. પલ્સ પોઈન્ટ પર સૌથી પહેલા સ્પ્રે કરવું જોઈએ અથવા ગળાના નીચેના ભાગ પર, કાનની પાછળ, ચેસ્ટ પર, ઘૂંટણની પાછળ અને ઈનર એલ્બો પર સ્પ્રે કરવું જોઈએ. આ જગ્યાએ સ્પ્રે કરવાથી પરફ્યુમની સુગંધ લાંબા સમય સુધી રહે છે. કપડાં પર પરફ્યુમ ન લગાવવું જોઈએ નહીં તો ડાઘા પડી શકે છે.
3. લાંબા સમય સુધી કેવી રીતે પરફ્યુમ રહેશેઃ- જો પરફ્યુમ લગાવવું હોય તો સ્નાન કર્યા બાદ સુગંધ વિના મોઇશ્ચરાઇઝર લગાવો. જ્યાં તમે પરફ્યુમ લગાવવા જઇ રહ્યા છો ત્યાં તમે પહેલા પેટ્રોલિયમ જેલી લગાવી શકો છો, તેનાથી પરફ્યુમ જલ્દી ઉડી જશે નહીં.
4. સસ્તા અથવા મોંઘાઃ- સસ્તા પરફ્યુમ લાંબા સમય સુધી ચાલતા નથી, તેની સુગંધ જલ્દી ઉડી જાય છે. તેમાં માત્ર ટોપ નોટ્સ જ હોય છે, બેઝ અને મિડિલ નોટ્સ ગાયબ હોય છે. તે સરળતાથી મળતા એસેન્શિયલ ઓઇલ અથવા સિન્થેટિક ફ્રેગન્સમાંથી બનાવવામાં આવે છે. જો કે, મોંઘા પરફ્યુમ ઘણી વખત માત્ર બ્રાન્ડ અને પેકેજિંગના કારણે પણ મોંઘા હોય છે. તેથી પરફ્યુમ ખરીદતા પહેલા રિસર્ચ જરૂરી છે.
5. પરફ્યુમની ત્રણ નોટ્સ જરૂરીઃ- માત્ર પહેલા નોટના આધાર પર જ પરફ્યુમ ન ખરીદી લેવું જોઈએ. ત્રણ નોટ્સને જાણવી જરૂરી છે. તેથી પરફ્યુમ પસંદ કરવામાં સમય લેવો. પસંદ આવે ત્યારે પહેલા નાની બોટલ લો, કેમ કે, પરફ્યુમની સેલ્ફ લાઈફ ઓછી હોય છે. તડકા અને ગરમીમાં તેને સ્ટોર ન કરવું જોઈએ.