સુરતમાં આમ આદમી પાર્ટીના નગરસેવકો અને કાર્યકરો લગાતાર ભાજપની પઘડી ઉછાળી રહ્યાં છે. વિવિધ મુદ્દે મોરચો ખોલી રહ્યાં છે. આજે આપના ત્રણ એક્શન જોવા મળ્યા. એક ભાજપના કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવડિયા પર આપની નગરસેવક ઋતા દુધાગરાએ સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું કે તેઓએ ભાજપમાં જોડાવા માટે રૂ. 3 કરોડની ઓફર અપાય હતી અને પતિને લાલચ આપી રૂ. 25 લાખ આપી મારા પણ દબાણ કરાવાયું અને તેનાથી મારુ ઘર ભાંગ્યું છે. તો બીજી તરફ, આપના બીજા નગર સેવક ધર્મેન્દ્ર વાવલિયાએ ઉપરાઉપરી પાંચેક ઓડિયો વાઈરલ કરી વેડરોડની સ્કૂલ પર પહોંચી જઈ તેનાે તોડી નંખાયેલો સેડ પૂર્વ મેયર જગદીશ પટેલના દબાણ હેઠળ નાંખવા દેવાયો હોવાનો આરોપ લગાવ્યો હતો. તો ત્રીજામાં આપના છાત્ર સંઘે યુનિવર્સિટી ખાતે વિરોધ કર્યો હતો.
સુરત વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાએ મીડીયાને જણાવાયું હતું કે, કામરેજના ધારાસભ્ય ઝાલાવડિયા દ્વારા તેઓને ભાજપમાં જોડાવવા માટે રૂપિયા 3 કરોડની ઓફર કરવામાં આવી હતી. જોકે, મેં આ ઓફર નકારી દીધી હતી. બાદમાં ભાજપના કહેવાતા એજન્ટ દ્વારા તેઓના પતિને લાલચ આપીને ભાજપમાં જોડાવવા દબાણ કરાઈ રહ્યું હતું. પતિ ચિરાગએ ભાજપ પાસેથી 25 લાખ લીધાના પણ આક્ષેપ કરતાં ઋતાએ કહ્યું કે, હજુ પણ ભાજપ દ્વારા મારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. પતિ મારફત પણ દબામ થતા મારું ઘર પડી ભાંગ્યું છે. મારે છૂટાછેડા લઈ લેવા પડ્યા છે. પતિએ એગ્રીમેન્ટ ન પાળતા છૂટાછેડા લીધા હોવાના કાગળ પણ ઋતાએ દર્શાવ્યા હતાં. પતિ દ્વારા સમાજ અને પાર્ટીમાં બદનામ કરવામાં પણ આવી રહી છે. જોકે, કંઈ પણ થાય હું ભાજપમાં જોડાઈશ નહીં.
બીજી તરફ, આ આરોપને ધારાસભ્ય ઝાલાવડિયાએ મીડીયા સમક્ષ નકાર્યા હતા અને કહ્યું હતું કે, હું આપની આ કોર્પોરેટરને ઓળખતો પણ નથી. મને આજે માલૂમ પડ્યું કે તેના છૂટાછેડા થઈ ગયા છે. મેં પાર્ટીમાં જોડાવા માટે ઓફર કરી નથી. પતિને પણ 25 લાખ આપવાની વાતમાં દમ નથી.
પૂર્વ મેયરના દબાણથી વેડરોડની સ્કૂલ પર શેડ બાંધવા દેવાયો, શું ફરી તક્ષશિલા ઈચ્છે છે, ઓડિયો વાઈરલ કરી આપના નગર સેવકનો આરોપ
બીજી તરફ, આજે આપના નગરસેવક ધર્મેન્દ્ર વાવલિયાએ કતારગામના ચેતનભાઈ નામના ફરિયાદીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા, મેયર હેમાલી બોઘાવાલા, મનપા સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ અને નગરસેવક ચીમનભાઈના ઓડિયો જારી કરીને વેડરોડની જ્ઞાન ગંગા સ્કૂલના પાંચમા માળે ફરી પતરાના શેડ બાંધી દેવાયા હોવાની અને તેની મનપાના કતારગામ ઝોનમાં ઓનલાઈન તેમજ લેખિત ફરિયાદના સ્ક્રીન શોર્ટ જારી કરીને બીજા તક્ષશિલા કાંડની તૈયારી થઈ રહી હોવાનો આરોપ મઢ્યાે છે. સાથે આ વિદ્યાલયમાં પૂર્વ મેયર ડો. જગદીશ પટેલના આશિવા્રદ હોવાનો પણ આરોપ મઢતા મનપાના અધિકારીઓને ચીમકી આપી છે કે એક અઠવાડિયામાં આ શેડ ન ખસેડાય તો કાયદેસરની કાર્યવાહી થશે. કતારગામ ઝોનના ગેરકાયદેસર બાંધકામની ટીમને અને તમામ ઉપરોક્ત ભાજપના નેતાના રજૂઆત તેમજ તેમના જવાબોની ઓડિયો વાઈરલ કરાય છે અને સાથે સંચાલકને અલ્ટીમેટમ આપતો વીડીયાે પણ જારી કરાયો છે.
આપની વિદ્યાર્થી પાંખ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નમો ટેબ્લેટ યોજના અતંર્ગત વિદ્યાર્થીઓ પાસેથી 1 હજાર રૂપિયા ઉઘરાવ્યા બાદ પણ બે વર્ષ સુધી નમો ટેબ્લેટ વિદ્યાર્થીઓને અપાયા ન હતા. આ અંગે બાંયધરી પણ અપાયા બાદ નિકાલ ન લવાતા આમ આદમી વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓઓએ અહી વિવિધ સુત્રોચાર અને બેનરો સાથે વિરોધ નોધાવ્યો હતો. યુનિવર્સિટીમાં વિરોધ કરવા આવેલા વિદ્યાર્થીઓના દેખાવો બાદ ટોળા વિખેરવા માટે પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો.