દશામાંની રઝળતી સંખ્યાબંધ પ્રતિમાઓનું સુરતના આ યુવકોએ કર્યું વિસર્જન

સુરતમાં દશામાંની સ્થાપ્ના આમ તો રંગેચંગે થાય છે. આ વખતે પણ કોવિડ ગાઈડલાઈન મુજબ તેની સ્થાપ્ના ઘરેઘરે કરવામાં આવી હતી. જોકે, તાપી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી અને ત્યા વહીવટી તંત્ર દ્વારા આડસ બાંધી ચાંપતો બંદોબસ્ત રાખ્યો હોવાથી ભક્તોએ ઘરે વિસર્જન કરવાને બદલે નાળા-નહેરોના કિનારે કે ફૂટપાથ પર દશામાંની પ્રતિમા મુકીને પોતાની ‘આસ્થા’ પૂરી કરી હતી. હંમેશાની જેમ આ વખતે પણ સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સુર્યવંશી ના નેજા હેઠળ સુરતની પુણા, ડીંડોલી, ખરવાસા જેવા વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધ વિસર્જિત રઝળતી દેવી દશામાંની પ્રતિમાઓને બહાર કાઢી તેમજ રોડ ડિવાઈડર અને ફૂટપાથ પર મુકેલી કુલ 800 થી વધુ પ્રતિમાને હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવ્યુ હતુ.. આ કાર્યમાં ઉધના પાંડેસરના સાંસ્કૃતિક રક્ષા સમિતિના 100 થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી.

સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી અમારી સંસ્થા દ્વારા નહેરોમાંથી અસંખ્ય મૂર્તિઓ કાઢતા આવ્યા છે. અને લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિ સ્થાપના કરવા જાગૃત કરતા આવ્યા છે. આજે પણ નહેરમાંથી માતાજીની મૂર્તિઓ રઝળતી હાલતમાં મળી આવી હતી. આવી રીતે ભક્તિ કરવી યોગ્ય નથી. આગામી સમયમાં ગણેશોત્સવમાં પણ લોકો માટીની મૂર્તિની સ્થપના કરે અને જે લોકો પીઓપીની મૂર્તિઓનું વેચાણ કરે છે તેના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ કાર્યમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ, વીર સેના ગ્રુપ તેમજ અન્ય સંગઠનો ના સહભાગથી કાર્ય પૂર્ણ કરવામાં આવેલ.

Leave a Reply

Translate »