દક્ષિણ ગુજરાત વીજ કંપની ના રૂરલ વિસ્તારમાં કૃષિ જોડાણ ધરાવતા હજારો ખેડૂતોને ઓછા દબાણથી વીજળી મળવી. નિયત કરવામાં આવેલા કલાકો થી ઓછા કલાક વીજ પુરવઠો આપવો. તેમજ ઓવરહેડ એચ.ટી. એલ ટી. લાઈનો ના નમી ગયેલા વીજ પોલ નું મેન્ટેનન્સ. તેમજ વીજ કંડકટર ની રાત્રી દરમિયાન ચોરી થવી. તેમજ તે અંગેની ફરિયાદો દાખલ કરવામાં ખેડૂતોને પોલીસ વિભાગ તેમજ વીજ કંપનીના તંત્ર દ્વારા સહકાર ન આપવો જેવી અક્ષમ્ય બેદરકારી મામલે ખેડૂતો ના ન્યાય માટે સતત લડત આપતા રહેતા સહકારી અને ખેડૂત અગ્રણી દર્શન નાયક દ્વારા તંત્રને ઢંઢોળવા માટે જિલ્લા પોલીસ વડા તેમજ કાપોદ્રા સ્થિત અધિક્ષક ઇજનેરને કરાયેલી લેખિત રજૂઆત થી તંત્ર દોડતું થયું છે. અને બે દિવસથી વીજ કંપનીના લાઈન સ્ટાફના ૪૦ જેટલા કર્મચારીઓનો સ્ટાફ યુદ્ધના ધોરણે ઓલપાડ વિસ્તારમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
નોંધનીય છે કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પૂરો પાડવા માટે કંપની દ્વારા ઉભા કરવામાં આવેલા વીજ પોલ નમી ગયા બાદ સીધા કરવા માટે. તેમજ એચ.ટી. એલ. ટી. લાઈનો ના ઝુલતા કંડકટરો ખેંચાવવા તેમજ માનવ જીવન માટે અત્યંત જોખમી ખુલ્લા વીજ ફયુઝ બોક્સ. ના મેન્ટેનન્સ માટે વીજ કંપની દ્વારા અક્ષમ્ય બેદરકારી દાખવવામાં આવતી હોવાને લઈને ભૂતકાળમાં જુલતા કંડક્ટરો થી ખેતરમાં સ્પાર્ક થતાં ખેડૂતોના મોંઘામૂલા શેરડીના પાક માં આગ લાગવાને લઈને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે જોકે ખેડૂતોના હિત માટે સતત લડત આપતા સહકારી અગ્રણી દર્શન નાયક દ્વારા તંત્રને ઢંઢોળવા નો બે દિવસ પહેલા આવેદનપત્ર ના સ્વરૂપે પ્રયાસ કર્યો હતો જેથી ઉંઘમાંથી આળસ ખંખેરીને યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા ઓલપાડ વિસ્તારના ગામડાઓમાં ૪૦ જેટલા કર્મચારીઓ ની ટીમ ઉતારવામાં આવી છે જોકે તંત્ર એ પણ જાણે છે કે આ સમસ્યા માત્ર ઓલપાડ વિસ્તાર પૂરતી સીમિત નથી પરંતુ કામરેજ. કોસંબા. માંગરોળ. માંડવી સહિતના અન્ય તાલુકાના વિસ્તારોના ખેડૂતો માટે ખૂબ જ જટિલ બની ગઈ છે બીજી તરફ રાત્રી દરમિયાન ખેતરાડી વિસ્તારમાં વીજ કંપનીના ઓવરહેડ લાઇનો ના ચોરાઈ જતા કંડક્ટરો ની ફરિયાદ દાખલ કરવા સહકાર આપતો નથી એવી ફરિયાદ દર્શન નાયક દ્વારા જિલ્લા પોલીસ વડાને કરવામાં આવી હોવાનો પણ જાણવા મળે છે.
વીજ કંપનીના અધિકારીત સૂત્રો મુજબ બે દિવસથી વીજ કંપનીના લાઈન સ્ટાફ ના લાઈન ઇન્સ્પેક્ટર. નાયબ ઇજનેર. લાઈનમેન. હેલ્પર. તેમજ અન્ય ટેકનિકલ સ્ટાફ નાં ૪૦ જેટલા કર્મચારીઓ ઓલપાડ વિસ્તારના ૩૭ જેટલા ગામડાઓમાં લાઈનો ના મેન્ટેનન્સ માટે તેમજ વીજ લાઈન ની નડતા ટ્રી કટીંગ. સહિતની કામગીરી માટે યુદ્ધના ધોરણે બે દિવસથી કામે લગાડવામાં આવ્યા છે આ ઉપરાંત ઓવરહેડ લાઈનો જે ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ જોડાણના કન્ડક્ટરો ની ચોરી થવા પામી છે ત્યાં નવા કંડક્ટરો નાખવાની કામગીરી પણ હાલમાં પ્રગતિમાં હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ વીજ ટ્રાન્સફોર્મર અને કંડકટર ની ચોરી થતી અટકાવવા માટે જિલ્લા પોલીસ ના સહયોગથી રાત્રી પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે જેથી વધુ ઘટનાઓ બનતી અટકાવી શકાય, અત્રે ઉલ્લેખનીય છે કે મોડે મોડે પણ જાગેલા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના તંત્રને પહેલેથી જ સતર્કતા દાખવી હોત તો ખેડૂતો તેમજ વીજ કંપનીને થયેલા લાખો રૂપિયાના નુકસાન અને અટકાવી શકાયું હોત પણ ‘જાગ્યા ત્યાંથી સવાર’ ની જેમ વીજતંત્ર રૂરલના અન્ય વિસ્તારોમાં પણ કૃષિ જોડાણો ની લાઈનો નું સત્વરે મેન્ટેનસ કામગીરી શરૂ કરાવે એ ખેડૂતો અને વીજ કંપનીના હિતમાં છે