પુણાગામમાં બિલ્ડરના પુત્રઍ મૈત્રી કરારમાં રહેતી યુવતી ઉપર બળાત્કાર ગુર્જાયો

પુણાગામ વિસ્તારમાં રહેતા બિલ્ડરના પુત્રઍ મૈત્રી કરારથી સાથે રહેતી અમદાવાદની યુવતી ઉપર બળજબરી પુર્વક બળાત્કાર કર્યો હતો તેમજ યુવતીને તેનો વિડીયો બનાવ્યો છે તે વાયરલ કરી દેવાની ધમકી આપી તમાચા માર્યા હતા. બનાવ અંગે પોલીસે યુવતીની ફરિયાદને આધારે બિલ્ડરના પુત્ર સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે પુણા પોલીસના જણાવ્યા મુજબ પુણાગામ કલ્યાણનગર સોસાયટીમાં રહેતા બિલ્ડર દિનેશ મકવાણાનો પુત્ર દિક્ષીત (ઉ.વ.૨૦) કોલેજમાં અભ્યાસ કરે છે. દિક્ષીતની અમદાવાદ ખાતે રહેતી તેના સમાજની ૧૯ વર્ષીય યુવતી સાથે સગાઈ થઈ હતી જાકે પાછળથી કોઈક કારણોસર સગાઈ તુટી ગઈ હતી પરંતુ યુવતીને દિક્ષીત પસંદ હોવાથી પરિવારની મરજી વિરૂધ્ધ પણ ગત તા ૨ નવેમ્બર ૨૦૨૦ના રોજ દિક્ષીત સાથે મૈત્રી કરારથી સાથે રહેવા આવી ગઈ હતી. તે દરમિયાન દિક્ષીત પંદર દિવસમાં યુવતી સાથે તેની મરજી વિરૂધ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા. અને ત્યારબાદ યુવતીને શારીરીક સંબંધનો બનાવેલ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી તેમજ તમાચા માર્યા હતા જાકે દિક્ષીતે યુવતીને વિડીયો બતાવ્યો ન હતો. આખરે યુવતીને તેના પરિવારજનો લઈ ગયા બાદ ગઈકાલે ફરિયાદ નોધાવતા પોલીસે યુવતીની ફરિયાદ લઈ દિક્ષીત મકવાણા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Translate »