સુરત/ભાવનગર: સુરત સાઈબર ક્રાઈમ દ્વારા સુરત ડભોલી રોડના હીરા દલાલ ભાવેશ ધનજીબાઈ ગાબાણીનું ભાવનગર સ્થિત આઈસીઆઈઆઈ બેંકનું એકાઉન્ટ બંધ કરાવવાના બહાને દસ્તાવેજો સુરતથી આવીને લઈ ગયા બાદ ગાબાણી એન્ટરપ્રાઈઝ નામની કંપની બનાવીને ખોટી રીતે જીએસટી નંબર મેળવી 20 કરોડના વ્યવહાર કરવાના કેસમાં ભાવનગરની વીઆઈપી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 313 ખાતે છાપો મારીને બે મહિના પહેલા જ કામ પર લાગેલા અબરાર શેખ નામના યુવકની ધરપકડ કરી છે. તેની પાસેથી સુરત સાઇબર ક્રાઇમ બ્રાંચે 8 મોબાઈલ ફોન, 12 સીમકાર્ડ, લેપટોપ, અલગ અલગ કંપનીના 14 રાઉન્ડ સીલ(સિક્કા) અને 10 ફાઈલ કબ્જે દેખાડી છે. જોકે, અબરારે સ્પષ્ટ કહ્યું છે કે તે બે મહિના પહેલા જ કામે લાગ્યો હતો અને આ કારસ્તાન અનિષ નામના યુવકનું અને માલિકનું છે. તેમ છતા પોલીસે તેની સામે કાર્યવાહી કરતા ભાવનગરમાં આ મામલે ભારે ચણભણ છે. ભાવનગરના સૂત્રોના કહેવા અનુસાર આ કંપનીનો માલિક સલિમ મેમણ છે પરંતુ પોલીસ હજી તેના સુધી પહોંચી નથી!! શું પોતાની ઓફિસમાં આટલું મોટું સ્કેમ ચાલતું હોય અને લોકોને સાઈબર ક્રાઈમનો શિકાર બનાવાતા હોય તો શું તેનાથી માલિક અજાણ હોય ખરો? શું મૂળ ષડયંત્રકારી સલિમને કોઈના આશિર્વાદ છે?
આ સવાલો ઉઠી રહ્યાં છે સ્થાનિક લોકોમાં?
- સૂત્રો કહે છે કે પાંચ લેપટોપ અને ત્રણ ડેસ્કટોપ કોમ્પ્યુટર તથા 175 પીડીએફ ફાઈલ સ્થળ પરથી મળી હતી તો શું તે અંગે હજી ખુલાસો થવાનો બાકી છે? શું પોલીસ તે મામલે જીણવટભરીતપાસ કરી રહી છે. શું હજી અનેક પરતો ખુલશે? શું જીએસટીના અધિકારીઓ પણ તપાસમાં જોડાય છે ખરા?
- શું 175 પીડીએફ ફાઈલોમાં અંદાજિત હજાર કરોડ રૂપિયાના વ્યવહારો હતા? શું તે બધા ઓકે હતા? શું તેમાં કોઈ સ્કેમ ન હતું? કે પોલીસ બાદમાં તપાસ કરી મોટો ધડાકો કરશે?
- શું દરોડા સ્થળે સલીમ મેમણનો સગો સાળો હુસેન પણ મોજૂદ હતો ? તો તેની અટકાયત હજી કેમ બતાવાય નથી? શું તેની પૂછુપરછ ચાલી રહી છે ? શું તેની પાસેથી અનેક રાજ ખોલાવાય રહ્યાં છે?
- સલીમ મેમણ ભાવનગરમાં રાજ્યનું સૌથી મોટું બોગસ બિલિંગ તથા ફેક ઈવેબિલ કૌભાંડ ચલાવતો હોવાની અને વડોદરામાં પણ તેની ઓફિસ હોવાની સરેઆમ ચર્ચા ચાલી રહી છે. શું પોલીસ તે અંગે તપાસ ચલાવી રહી છે?
- શું સલિમને બચાવવા માટે આરોપી અબરાર દ્વારા અનિશનું નામ સામે લવાયું છે કે કેમ?
- મુદ્દામાલ માં પકડવામાં આવેલા 8 મોબાઈલ માં જે પીડીએફ ફાઈલ અપલોડ કરવામાં આવી છે તેની તારીખ અને સમય ચકાસી વધુ પરત ઉખાડાશે ખરી?
- મુદ્દામાલ માં દર્શાવવામાં આવેલા 12 સિમકાર્ડ કઇ તારીખે ખરીદવામાં આવ્યા અને કોણે તે ઉપલબ્ધ કરાવ્યા ?
શું સલિમ મેમણ રાજ્યમાં સૌથી મોટું જીએસટી અને ઈવેબિલ સ્કેમ ચલાવે છે?
ભાવનગરના સૂત્રો જણાવે છે કે, જે જગ્યા પર સુરત સાઈબર ક્રાઈમ બ્રાંચે છાપો માર્યો તે ભાવનગરની વીઆઈપી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 313માં સલિમ મેમણ નામના વ્યક્તિનું રાજ્યમાં સૌથી મોટું જીએસટી અને ઈવેબિલ સ્કેમ ચાલી રહ્યું હતું. મુખ્ય સૂત્રધાર જ સલિમ છે પરંતુ બે મહિના પહેલા જ નોકરી પર લાગેલા યુવક અબરારની હાલ તો ધરપકડ કરાય છે અને અનિષ નામના યુવકને પોલીસ શોધી રહી છે. (ગાબાણી એન્ટરપ્રાઈઝમાં ફેબ્રુઆરી-માર્ચ 2021 વચ્ચે ખોટો બિલો પાડવામાં આવ્યા હોવાનું દર્શાવાયું છે તો અબરારની સંડોવણી અંગે સવાલો સ્થાનિક ભાવનગરીઓઉઠાવી રહ્યાં છે)
જોકે સ્થળ પરથી અન્ય હુસેન નામની વ્યક્તિકે જે સલિમનો સાળો હોવાનું કહેવાય છે તેવું સૂત્રો કહે છે. શું પોલીસે તેની પૂછપરછ કરી રહી છે? સૂત્રોનું માનીએ તો જો પોલીસ પુરતા દસ્તાવેજો જપ્ત કરી અને 175 પીડીએફ ફાઈલની જીણવટભરી તપાસ કરે તો અંદાજ મુજબ હજારો કરોડનું ટ્રાન્જેક્શન સામે આવે એમ છે. આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરાવાય તો અનેક નકાબ ચિરાય શકે એમ છે. સરકાર પણ આ મામલે રસ દાખવે તો રાજ્યનું સૌથી મોટું કૌભાંડ બહાર આવે એમ છે.
સુરત સાયબર ક્રાઈમના સૂત્રોનું કહેવું છે કે, હજી તપાસ ચાલી રહી છે અને તેમાં જીએસટીના અધિકારીઓ પણ સામેલ થઈ રહ્યાં છે. સંભવત: હજી બીજા નામો પણ બહાર આવશે અને તેના મુખ્ય સૂત્રધાર સુધી પણ પોલીસ પહોંચે એમ છે. એટલે એ વાત ચોક્કસ છે કે, આ કેસ લાંબો ચાલશે અને અનેક પરત ઉખડશે. જોકે, હાલ અધિકૃત રીતે પોલીસ કંઈ કહેવા તૈયાર નથી.