ફ્રાંસની એર સ્ટ્રાઈક: અલકાયદાના 50 આતંકીને ઠાર માર્યાના અહેવાલ

ફ્રાંસે આતંકી સંગઠન અલકાયદાના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ફ્રાંસના રક્ષા મંત્રી અનુસાર, ફ્રાંસીસી સેનાએ માલીમાં એરસ્ટ્રાઈકને અંજામ આપી છે, જેમાં 50 આતંકીઓને મારી નાખવામાં આવ્યા છે અને  4 આતંકવાદીઓને જીવતા પકડી લેવામાં આવ્યા છે. ફ્રાંસમાં ઈસ્લામના પયંગમ્બર સાહેબના કાર્ટૂન બનાવવાને લઇને એક શિક્ષકની હત્યા અને ત્યારબાદ ચર્ચ સહિતની જગ્યાઓ પર હુમલા થયા હતા.  ત્યાર પછી ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોંએ ચેતવણી આપી હતી કે તેઓ હિંસાનું સમર્થન કરતા નથી અને આવું કરનારાઓને પાઠ ભણાવીશું. ફ્રાંસના રક્ષામંત્રી ફ્લોરેંસ પાર્લી અનુસાર 30 ઓક્ટોબરના રોજ ફ્રાંસીસી સેનાએ માલીમાં એર સ્ટ્રાઈક કરી છે. જેમાં 50થી વધારે આતંકી મારવામાં આવ્યા છે અને ઘણું નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત 4 આતંકીઓને જીવતા પકડવામાં આવ્યા છે. જેની જાણકારી ફ્રાંસે સોમવારે શેર કરી છે.

ફ્રાંસની સેનાએ આ એક્શન વેસ્ટ આફ્રિકાના બુર્કિના ફાસો અને નિગેરના બોર્ડર પર લીધું છે. જ્યાં ફ્રાંસીસી સેના ઈસ્લામિક આતંકવાદ સામેની લડાઇમાં છે. ફ્રાંસીસી સેનાએ અહીં મિરાજ જેટ, ડ્રોનનો સહારો લીધો અને ત્રીસથી વધારે મોટરસાઇકલ ધ્વસ્ત કરી જેના પર આતંકવાદીઓ જઇ રહ્યા હતા. ફ્રાંસીસી સરકાર અનુસાર, આ આતંકીઓનો અલકાયદાથી સંબંધ હતો. આ લોકો ગ્રુપ ઓફ ઈસ્લામ એન્ડ મુસ્લિમ સંગઠન માટે કામ કરતા હતા. જે સમયે આતંકવાદીએ ગ્રુપમાં જઇ રહ્યા હતા, ત્યારે ડ્રોન દ્વારા ફ્રાંસીસી સેનાએ તેને જોયા અને પછી એટેક કર્યો.

Leave a Reply

Translate »