(વીડીયો) નાયબ આરોગ્ય અધિકારી પર શાહી ફેંકાઈ, શું તેની પાછળના કારણો ગંભીર છે?

સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોનમાં બેલદારોના પ્રશ્ને નાયબ આરોગ્ય અધિકારી ડો. શ્રોફ પર  અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠનના અધ્યક્ષ કિરીટ વાઘેલા સહિત પાંચ જણાએ શાહી ફેંકી હતી અને તેઓને ભ્રષ્ટાચારી લેખાવતા હંગામો મચી ગયો હતો.

(શાહી ફેંકવાનો આ વીડીયો જુઓ)

યુનિયને મહિલા સફાઈ કામદાર પાસે બિભસ્ત માંગણી પણ કરાતી હોવાના પણ ગંભીર આરોપ લગાવ્યા છે. હંગામા બાદ યુનિયનવાળા ઓફિસમાં જ બેસી જઈ વિરોધ કર્યો હતો. જોકે, બાદમાં અન્ય અધિકારીઓએ સમજાવીને તમામને ત્યાંથી રવાના કર્યાં હતા. આ ઘટનાથી અધિકારીઓની સુરક્ષાનો મામલો ફરી ઉભો થયો છે. યુનિયન સામે અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી કરાય છે.

  યુનિયન દ્વારા પાલિકાના કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. શ્રોફ સાથે વિવિધ પ્રશ્નો મામલે રજૂઆત કરવા ગયા હતા ત્યાં બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. હાજર અન્ય અધિકારીઓ તેઓને શાંત પાડી રહ્યાં હતા દરમિયાન અચાનક કિરિટસિંહ વાઘેલાએ શાહીનો ખડીયો કાઢી અધિકારી ઉપર નાંખી દીધી હતી.

ભ્રષ્ટ અધિકારીઓ બીભત્સ માંગણીઓ પણ કરે છે: કિરિટસિંહ વાઘેલા


અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠનના અધ્યક્ષ કિરીટ વાઘેલાએ આક્ષેપ કર્યો કે, ડો.શ્રોફ કતારગામ વોર્ડ ઓફિસમાં ચાર બેલદારોને સાથે રાખી ભ્રષ્ટાચાર કરે છે અને વોર્ડ ઓફિસમાં દારૂની પાર્ટીઓ કરાય છે .સફાઈ કામદારોના નામે રૂપિાય લેવાય છે. સફાઈ કામદારો પાસેથી અધિકારીઓ દર મહિને સેક્શન( (હપ્તાના) નામે બીભત્સ માંગણીઓ કરે છે.  વાઘેલાએ કહ્યું કે, દલિત સમાજના લોકો સફાઈ કામદાર તરીકે વર્ષોથી કામ કરી સુરતને સ્વચ્છ રાખી રહ્યાં છે પરંતુ જે ખરેખર સફાઈ કામદારો નથી અને તેઓને ભરતી કરીને તેઓને ઉપર બેસાડી દેવાય છે, તેમની પાસેથી સફાઈ કામદાર તરીકેનું કામ પણ લેવાતું નથી અને હપ્તાખોરી કરાવવામાં આવી રહી છે એવા ગંભીર આરોપો લગાવાયા હતા અને અધિકારીઓ સફાઈ કામદારોનું શોષણ બંધ ન કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

આ‌વી ઘટના સાંખી ન લેવાય, ઝોન કક્ષાએ પોલીસ ફરિયાદ કરાશે: ડો. આશિષ નાયક

આ મામલે અમે મુખ્ય આરોગ્ય અધિકારી ઉમરીગરનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેઓએ કોલ રિસીવ કર્યો ન હતો. જોકે, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ડો. આશિષ નાયકે કહ્યું હતું કે, આવી ઘટનાઓ વખોડવાને પાત્ર છે અને તે સાંખી પણ નહીં લેવાય. યુનિયને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરવી જોઈએ. અમે આ સંદર્ભે ઝોન કક્ષાએ પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપી દીધી છે. જરૂર કાર્યવાહી કરાશે.

Leave a Reply

Translate »