ગુજરાતમાં આજે વહેલી સવારે માર્ગ અકસ્માતની ત્રણ મોટી ઘટનાઓમાં 15 વ્યક્તિઓના મોત થયા છે જ્યારે 37 થી વધુ વ્યક્તિઓને સામાન્યથી લઈ ગંભીર ઈજા પહોંચી હતી. વડોદરામાં સુરતથી જતા ટેમ્પોને અકસ્માત નડતા જેમાં સૌથી વધુ 11 ના મોત થયા છે. આ ઘટનાને પગલે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓએ પણ શ્રધ્ધાંજલિ આપી દુખ વ્યક્ત કર્યું છે
Saddened by the accident in Vadodara. My thoughts are with those who lost their loved ones. Praying that the injured recover soon. The administration is providing all possible assistance at the site of the accident.
— Narendra Modi (@narendramodi) November 18, 2020
વડોદરાના વાઘોડિયા ચોકડી બ્રિજ ટેમ્પો-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 11નાં મોત, 16 ગંભીર, સુરતના એક જ પરિવારના પાંચના મોત
સુરતથી પાવાગઢ દર્શને જતાં વડોદરા નજીક આઇશર અને ટ્રેલર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા સુરતના ૧૧ લોકોના પરિવારના સભ્યોને પ્રભુ આ આવી પડેલો વજ્રાઘાત સહન કરવાની શક્તિ આપે. pic.twitter.com/JacuNb7W1r
— Dr. Jagdish Patel (@DrJagdishSurat) November 18, 2020
વડોદરા નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 4 વાગે સુરતથી પાવાગઢ દર્શને જઈ રહેલા આઇશર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. આ ઘટનામાં 15 લોકો ફસાઇ ગયા હતા. તમામને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 16 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હાઇવે ઉપર ટ્રાફિકજામ થઇ ગયો હતો. ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી આશાનગર સોસાયટીમાંથી ઘર નંબર 38માંથી જીંઝાલા પરિવારના 9 જણા ડાકોર, વડતાલ અને પાવાગઢના પ્રવાસે નીકળ્યા હતા. પરિવાર આઈશર ટેમ્પોમાં રાત્રે નીકળ્યો હતો. દરમિયાન વડોદરા પાસે નેશનલ હાઇવે પર આઈશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો, જેમાં આ જીંજાલા પરિવારમાંથી સુરેશ, દયાબેન, આરતી સહિત 5નાં મોત થયાં છે, જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્ત થયા છે. સુરતના એક જ પરિવારના 5 મૃતકોનાં નામ દયા બટુકભાઈ જીંજાલા, ભૌતિક ખોડાભાઈ જીંજાલા, આરતી ખોડાભાઈ જીંજાલા, હંસા ખોડાભાઈ જીંજાલા, સુરેશ જેઠાભાઈ જીંજાલાનો સમાવેશ થાય છે.
વડોદરા નજીક આહીર સમાજના લોકોના ગમખ્વાર અકસ્માતથી ખુબ જ દુઃખ થયું છે. મૃતકોના શોકાતુર પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી સાંત્વના પાઠવી હતી. ઈજાગ્રસ્ત લોકોની ઝડપી સારવાર માટે તંત્રને તમામ સૂચનાઓ આપી. મૃતકોના આત્માને શાંતિ મળે અને ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય તે જ ઈશ્વરને પ્રાર્થના.
— Vijay Rupani (@vijayrupanibjp) November 18, 2020
બારડોલી દસ્તાન ફાટક પાસે બે ટ્રાવેલર્સ વચ્ચે અકસ્માત, 20થી વધુ ઈજાગ્રસ્ત
સુરતના બારડોલી દસ્તાન ફાટક પાસે પણ વહેલી સવારે 6 વાગે બે ખાનગી ટ્રાવેલર્સ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હજુ કોઇપણ મોતના સમાચાર સામે આવ્યા નથી, જ્યારે 20થી ઈજાગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ 108ની 8 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચી ગઈ હતી. બંને બસમાં બેઠેલા મુસાફરોની ચિચયારી સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોની ભીડ વચ્ચે મુસાફરોને બસોમાંથી બહાર કઢાયા તેમજ હોસ્પિટલ ખસેડાયા છે.
બારડોલીના અકસ્માતમાં આ લોકો થયા ઈજાગ્રસ્ત
ભામાબાય કાશીરામ , કાશીરામ ઉમારીયા , પ્રવિણા સલીમ શેખ, મો. હનીફ શેખ , મોહન રમશાન , ગીતાબેન દિપકભાઇ , સંગીતા ભાઈદાસ , આરચલ દેવીસિંગ , સૈયદ યાકુબ સૈયદ , બુદ્ધારામ નોવાલ રામ , મોનાબેન ભીલ , શેખ સલીમ , પ્રકાશ માનવતકર , નરપત વેરું રાજપૂત , દિલાવર રઘુકુળ રહેમાન શેખ , કુશાલ આત્મારામ પાડવી , પૂનમબેન ગણેશભાઈ પાડવી , ઉમેશ ક્રિષ્ના કરાદે , વિલાશ અમૃતભાઈ અકરે , શારદાબેન અમૃતભાઈ , શિલાબેન સોમાભાઈ પરમાર , વંદનાબેન દોલભાઈ મરાઠી
લખતર રોડ પર કાર ઝાડ સાથે અથડાઈ, 4નાં મોત, એક ઈજાગ્રસ્ત
આજે વહેલી સવારે સુરેન્દ્રનગર લખતર રોડ પર કાર ઝાડ સાથે અથડાતાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. ગંભીર અકસ્માતમાં લખતર ગામના કુંભાર પરિવારના ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં. મૃતકમાં ત્રણ સ્ત્રી અને એક પુરુષનો સમાવેશ થાય છે. મૃતક કુંભાર પરિવાર ભગુડા મોગલધામ મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે કોઠારિયા ગામ પાસે ડ્રાઈવરને ઝોકું આવી જતાં અથવા સામે વાહનની લાઈટ પડતાં કાર ઝાડ સાથે અથડાતાં ઘટનાસ્થળે જ ચાર લોકોનાં મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.