[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
હાલમાં કોરોનાના સંક્રમણને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. આ બાબતને ચેમ્બરનું સમર્થન છે, પરંતુ હોટલ, કેટરીંગ, ઇવેન્ટ, મંડપ, ઈલેક્ટ્રીક, આર્ટીસ્ટ અને ફોટોગ્રાફર એસોસીએશનો સાથે જોડાયેલા પ્રોફેશનલ્સને કેટલીક વ્યાજબી તકલીફો પડતી હોવાને કારણે ચેમ્બર દ્વારા લગ્ન પ્રસંગો તથા સમારોહને રાત્રિ કફર્યુમાં છૂટછાટ આપવા માટે જિલ્લા કલેકટર, મેયર, સુરત મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.
હોટલ, કેટરીંગ, ઇવેન્ટ, મંડપ, ઈલેક્ટ્રીક, આર્ટીસ્ટ અને ફોટોગ્રાફર એસોસીએશનોના પ્રતિનિધિઓએ આજ રોજ ચેમ્બરને લેખિતમાં રજૂઆત કરી હતી. જેના આધારે ચેમ્બર દ્વારા કરાયેલી ઉપરોકત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં રાત્રે નવ કલાકે કફ્ર્યુંની શરૂઆત થાય છે ત્યારે લગ્ન પ્રસંગો અને સમારોહના રાત્રિના સમયે નક્કી થયેલા પૂર્વ આયોજિત કાર્યક્રમોને કફ્ર્યુંની સમસ્યા નડશે. તેવા સંજોગોમાં મોટા ભાગના લોકોએ પોતાના નિયત કાર્યક્રમોનો સમય બદલી નાંખ્યો છે અને મોટા ભાગના કાર્યક્રમો રાત્રે ૮ કલાકે સમાપ્ત થશે. આ કાર્યક્રમો સમાપ્ત થયા બાદ ઉપર્યુક્ત ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓને સંપૂર્ણ પ્રસંગ આટોપીને પોતાના ઘરે પહોંચવાનું હોય છે, જેના માટે ઓછામાં ઓછો બેથી ત્રણ કલાકનો સમયગાળો લાગે છે. આવા સંજોગોમાં રાત્રિ કફ્ર્યું દરમ્યાન તેઓને પોતાના ઘરે પહોંચવા માટે અથવા તો બીજે દિવસે જ્યાં અન્ય કાર્યક્રમોનું આયોજન થયું હોય ત્યાં પહોંચવામાં તકલીફ ન પડે તે માટે કફ્ર્યું પાસની અને વ્હીકલ માટે વ્હીકલ પાસની યોગ્ય વ્યવસ્થા કરી આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.હાલમાં એસઓપી પ્રમાણે કુલ ર૦૦ વ્યક્તિઓ સમારંભોમાં હાજરી આપી શકે છે, પરંતુ કોઈપણ સમારંભ માટે પ૦ જેટલા કર્મચારીઓ જે તે સમારોહને સફળ બનાવવા માટે કાર્યરત હોય છે. તેથી આ પ૦ વ્યક્તિઓને ર૦૦ની એસઓપીમાં ન ગણવા માટે રજૂઆત કરાઇ છે. કેટલાકને ત્યાં બહારગામ સમારંભો હોય છે અને તેઓને પણ સુરત પહોંચતા કફ્ર્યુનો સમય નડતો હોય છે. આથી એવા વ્હીકલોને પણ સુરતમાં સહેલાઈથી પ્રવેશ મળી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરવામાં આવી છે. ઉપરોકત તમામ એસોસીએશનોના પ્રતિનિધિઓએ સ્થાનિક પ્રશાસનના ત્રણેય સત્તાધિશોની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી.ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. ઉપરાંત સુરતના મેયર ડો. જગદીશ પટેલ અને સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીને પણ ટેલિફોનિક રજૂઆત કરી હતી. આ રજૂઆતને અંતે ઉપરોકત વ્યાવસાયિકોના વ્હીકલો અને વ્યકિતઓ માટે કફર્યુ પાસની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરી આપવામાં આવશે તેવી ખાતરી પ્રશાસન તરફથી આપવામાં આવી હતી.
વધુમાં ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ સહિતના તમામ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારખાનેદારો માટે ચોખવટ કરવામાં આવે છે કે, રાત્રિ કફર્યુ દરમ્યાન કારખાનાઓ ચાલુ રાખી શકાશે. પરંતુ કારીગરો નિયત કરેલા કફર્યુના સમયગાળા દરમ્યાન બહાર નીકળી શકશે નહીં. ફેકટરીના પ્રિમાઇસિસમાં રાત્રે ૮:૩૦ સુધીમાં પ્રવેશવાનું રહેશે અને સવારે ૬:૦૦ કલાક બાદ બહાર નીકળવાનું રહેશે. સાથે જ સરકારની ગાઇડલાઇન પ્રમાણે એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
તદુપરાંત ટ્રેન દ્વારા તથા બાયરોડ મુસાફરી કરનાર લોકો રાત્રે ૯:૦૦ પછી શહેરમાં પ્રવેશ કરશે તો તેઓને ટ્રેનની ટિકીટ અથવા ટોલટેકસની રસીદ કફર્યુ પાસ તરીકે બતાવવાની રહેશે. બહારગામથી આવતા લોકોએ રેપીડ ટેસ્ટ કરવાનું હિતાવહ છે.