- સ્ટાેરીઃ રાજા શેખ, સુરત
ભાેપાળા, કાૈભાંડાે અને લાેચા લબાચા એ સુરત આરટીઆેને કાેઠે પડી ગયું હાેય તેવાે વધુ એક મામલાે સામે આવ્યાે છે. આ મામલે પણ સીધી ટ્રાન્સપાેર્ટ કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી અને તેની તપાસ માટે તુરંત જ બે ઈન્સ્પેક્ટરાેને દાેડાવાયા હતા. જાેકે, તે મામલે તપાસ તાે સાેંપાય છે પરંતુ સબ સલામતનાે રાગ અધિકારીઆે આલાપી રહ્યાં છે જ્યારે એચએસઆરપી નંબર પ્લેટ લગાવતી કંપની એફટીએના સંચાલકાે ગાેળ ગાેળ વાતાે કરીને મામલાને રફેદફે કરવાની ફિરાકમાં લાગી ગયા છે.
શું છે મામલાે?
આરટીઆેના અંતરંગ સૂત્રાે પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતના ટ્રાન્સપાેર્ટ કમિશનરને એક ફરિયાદ મળી હતી કે મજૂરાગેટ પાસે એક અનઆેથાેરાઈઝડ રીતે એટલે કે ગેરકાયદેસર રીતે એક ગેરેજવાળાે એચએસઆરપી નંબર પ્લેટ લગાવી આપે છે. આ નંબર પ્લેટ બાેગસ હાેવા સાથે તે માટે વધુ રૂપિયા પણ વસુલાય રહ્યાં છે. ગેરેજવાળાે ટુવ્હીલ એચએસઆરપી નંબર પ્લેટના 140 રૂપિયાને બદલે 500 રૂપિયા અને ફાેરવ્હીલ નંબર પ્લેટના રૂ. 400ને બદલે 700થી 800 રૂપિયા વસુલે છે. ટ્રાન્સપાેર્ટ કમિશનરે તુરંત જ સુરત આરટીઆેને આ ફરિયાદમાં તપાસ કરવા આદેશ આપ્યા હતા. પરિણામે બે સિનિયર ઈન્સ્પેક્ટરાે મજૂરાગેટ ખાતે પહાેંચ્યા હતા અને તેઆેએ છાપાેમારીને બે નંબર પ્લેટ જપ્ત કરી હતી અને તે સાચી છે કે ખાેટી તેની તપાસ શરૂ કરાવી હતી. જાેકે, આ નંબર પ્લેટ સુરત આરટીઆે કચેરીથી કાેન્ટ્રાક્ટરના કાેઈ ફૂટેલી કારતૂસ જેવા માણસ દ્વારા સપ્લાય કરાતી હાેવાનું અને તેના બદલામાં સારી એવી રકમ વસુલાતી હાેવાનું સૂત્રાે જણાવી રહ્યાં છે. શંકા એ પણ છે કે, આતાે એક જગ્યાએથી બિન અધિકૃત રીતે એચએસઆરપી લગાવવાનાે મામલાે સામે આવ્યાે છે પરંતુ અનેક જગ્યાઆે પર આ રીતે બેનંબરમાં સપ્લાય કરીને સારી એવી કમાણી કરાતી હાેય શકે છે. હાલ તાે આરટીઆેએ કાેન્ટ્રાક્ટનું સંચાલન કરતા રાજીવ શુક્લા અને સુપરવાઈઝરને એચએસઆરપી સાચી છે કે નહીં તેની તપાસ કરવા કહ્યું છે એટલે કે બિલાડીને દૂધની રખેવાળી જેવું કામ સાેંપ્યું છે. તેમાં કાેન્ટ્રાક્ટર દ્વારા તાે પહેલાથી જ કહી દેવાયું છે કે, એચએસઆરપી નંબર પ્લેટ સાચી છે. તે માટે અમદાવાદ કાેડિંગ નંબરની તપાસ માટે માેકલવામાં આવી છે.
માેટાે સવાલઃ
ખાનગી જગ્યાએ કે નિમાયેલા ડિમ્ડ ડિલર્સ સિવાયની જગ્યાએ આ એચએસઆરપી પહાેંચી કેવી રીતે. તે સવાલનાે જવાબ હાલ કાેઈની પાસે નથી. પરંતુ એ વાત ચાેક્કસ છે કે વાહનાે માટે સુરક્ષિત કહેવાતી એચએસઆરપી પણ અસુરક્ષિત હાથાેમાં છે. કેટલા સમયથી આ રીતે નંબર પ્લેટ બેનંબરમાં સપ્લાય થતી હાેઈ શકે. તે ક્યાં ક્યાં સપ્લાય થતી હશે તે પણ કહેવું મુશ્કેલ છે. વડી કચેરીએ તાે આ મામલાને ગંભીરતાથી લઈને લાગે તાે પાેલીસ ફરિયાદ કરવા સુધીના પગલા લેવાનું કહ્યું છે પરંતુ અહીંના અધિકારીઆે દરેક વખતની જેમ સબ સલામતનાે રાગ આલાપી રહ્યાં છે તે ઘાતક છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ આવા અનેક મામલા સામે આવ્યા છે. ભ્રષ્ટાચારની અનેક ફરિયાદાે થઈ છે. પણ તમામના ખાતાકીય તપાસના નામે ઠંડુ પાણી રેડી દેવાય છે અને વડી કચેરીએ મામલામાં જ તથ્ય ન હાેવાનાે રિપાેર્ટ સાેંપી દેવાય છે. વિતેલા બે દિવસથી આરટીઆેમાં આવા જ જુના ત્રણેક મામલાની તપાસ માટે વડી કચેરીથી શાહ સાહેબની આગેવાનીમાં એક ટીમ આવી છે પણ લાગતું નથી કે તેમના રિપાેર્ટ બાદ પણ તે મામલાઆેમાં કાેઈ કાર્યવાહી થાય.
અત્રે એ કહેવું અતિશ્યાેક્તિભર્યુ નહીં લેખાવાય કે ઈસ હમામ મેં સબ નંગે હૈ.!!!!