માેરના ઈંડાઃ બાઈક ડિઝાઈનર મર્હુમ મનયનાે પુત્ર સાકિબ પિતાનું સ્વપ્ન કરી રહ્યાે છે સાકાર

માેરના ઈંડાઃ બાઈક ડિઝાઈનર મર્હુમ મનયનાે પુત્ર સાકિબ પિતાનું સ્વપ્ન કરી રહ્યાે છે સાકાર

  • STORY : રાજા શેખ, સુરત

મનય બનારસી. નામ તાે સાંભળ્યું જ હશે. દેશભરમાં પ્રસિદ્ધ બાઈક ડિઝાનર મનય બનારસીનું ગયા વર્ષે અચાનક હાર્ટ એટેકને કારણે મૃત્યુ થઈ ગયું. અનેક વિદેશી બાઈક જેવી જ હુબહુ બાઈક પાેતાના દિમાગથી બનાવીને રસ્તા પર દાેડતી કરનાર મનયનાે એકનાે એક પુત્ર સાકિબ ઉર્ફે બાબાએ પિતાના કામને આગળ ધપાવ્યું છે અને તેણે પણ પિતાની જેમ જ અનેક બાઈક-માેપેડને માેડીફાઈડ કરી છે. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ રડીને બેસી રહેવાને બદલે પિતાના હુનરને આગળ ધપાવવાનું બીડુ ઝડપી સાકિબ તેમનું નામ રાેશન કરી રહ્યાે છે. કહેવત છે ને કે માેરના ઈંડ઼ાને ચિતરવા ન પડે. તેને સાકિબ સાકાર કરી રહ્યાે છે.

– સાકિબે બનાવી વિકલાંગ માટે અનાેખી માેપેડ, પિતાએ લીધેલું કામ પુત્રએ પુરું કર્યું

સાકિબ મનય બનારસીએ હાલમાં જ એક એક્સેસ માેપેડને વિકલાંગના માેપેડમાં તબ્દીલ કર્યું. જાેકે, તેણે તેમાં કારીગરી એ દેખાડી કે, આ માેેપેડમાં પાછળ ત્રણ વ્હીલ નહીં પણ બે વ્હીલ જ બેસાડ્યા. વિકલાંગાેની માેપેડ આપ જુઆે તાે તેમાં પાછળ વધારાના બે વ્હીલ મળી કુલ ત્રણ વ્હીલ બેસાડવાની પ્રથા ચાલતી આવી છે. સાકિબે તે પ્રથાને તાેડી છે. ગાેપીપુરા ના વિકલાંગ દિલીપભાઈએ એક્સેસ લીધી અને તેને બનાવવા માટે મનય બનારસી પાસે પહાેંચ્યા. આ માેપેડ અંગે મનયનાે વિચાર હતાે કે તે તેને કંઈક જુદી બનાવે અને પાછળ ત્રણ પૈડાની જગ્યાએ બે જ વ્હીલ બેસાડી એવું બેલેન્સ બનાવે કે તે ન ડગમગે ન કાેઈ પૈંડુ ઊંચું થઈ જાય. સામાન્ય રીતે મનય પાેતાના વિચાર અને શું નવીનતા લાવશે તે બાબત પુત્ર અને મિત્રાે સમક્ષ મુકતાે હતાે. અચાનક મનય બનારસીનું નિધન થયું. જાેકે, પિતાના તમામ અધુરાં કામ પુત્ર સાકિબ અને પિતાના કારીગરાેએ ઉપાડી લઈ પુરા કરવાનું નક્કી કર્યું. સાકિબે એક્સેસ માેપેડને પિતાના મગજમાં આવેલા વિચાર અનૂરૂપ જ બનાવી. વિકલાંગાેની માેપેડમાં પાછળ કુલ ત્રણની જગ્યાએ બે જ વ્હીલ બેસાડ્યા.

સાકિબે અમને કહ્યું કે , મેં મીનિંગ ચેઈન સિસ્ટમ ક્રિએટ કરી, દાંતા સેટ કર્યાં, બે સેન્ટર જમ્પર સેટ કર્યાં અને પાછળની આખી બાેડી બનાવીને બેસાડી. જેનાથી, ફાયદાે એ થયાે કે, ગાડી એક પૈડા પર અધ્ધર થતી હતી તે થતી નથી અને બેલેન્સ રાખીને તેમજ ખાડામાં જર્ક લાગ્યા વિના ચાલે છે. જેનાથી, હું ગાડી બનાવનાર દિલીપભાઈને સંતાેષ આપી શક્યાે એ જ મારી કમાણી છે અને પિતાના અધુરાં કાર્યને પૂર્ણ કરવાનાે મને આનંદ છે.
ઉલ્લેખનીય છે કે, પિતાના લીધેલા આવા ઘણા કામાે તેણે પુરાં કરી ગ્રાહકાે પ્રત્યેનું કમિટમેન્ટ નિભાવ્યું છે.

-પિતાએ આેટાેમાેબાઈલ એન્જિનિયરિંગનાે અભ્યાસ કરાવ્યાે તે કામ લાગ્યાે

સાકિબને મર્હુમ મનય બનારસીએ તેના રસ મુજબ આેટાેમાેબાઈલ એન્જિનિયરિંગના અભ્યાસાર્થે મુક્યાે હતાે. પુત્ર નાનપણથી જ લાડપ્યારમાં ઉછેરાયાે હતાે પમ રાેજ પિતા પાસે આવીને બેસતાે અને તેમના કામને જાેતાે. જેથી. તેને પણ આ ક્ષેત્રમાં કંઈક માેટું કરવાની મહેચ્છા હતી. મનય ઈચ્છતાે હતાે કે પુત્રના ભવિષ્ય આડે તેની જેમ આેછા અભ્યાસનું ગ્રહણ ન આવે. મનય આમ તાે 7 ચાેપડી જ ભણ્યાે હતાે પરંતુ દેશના ફેમસ વાહનાે માેડીફાયના માેટા માથા દિલીપ છાબરિયાએ પણ તેની કાબેલિયતની સરાહના કરી હતી. મનયે સુરત અને આણંદની આઈટીઆઈમાં પાેતાના અનુભવને આધારે લેક્ચર પણ આપ્યા છે. દેશના સાૈથી માેટા દિલ્હી, મુંબઈના વાહન એક્સપાેમાં પણ તેણે ભાગ લીધાે હતાે. સુરતના સિતારા તરીકો તે રાજય સરકારના વિશેષ મેગેજીનમાં પણ ચમક્યાે છે. અનેક અખબારાે, ટીવી ચેનલાેએ તેની કાબેલિયતની નાેંધ લીધી છે. પણ તેનાે આ વ્યવસાયને માેટી ફેક્ટરીમાં તબદીલ કરવાને આડે ઘણીવાર તેનું ભણતર આડે આવ્યું હતું. તેનાે તેને મનમાં રંજ રહેતાે. જીંદાદિલ, હંમેશા ગુનગુનાતા, હસતાખેલતા ચહેરા સાથે કામ કરતાે મનય પુત્રને ઉચ્ચ મુકામે જાેવા માંગતાે હતાે અને તેથી જ તેને આેટાેમાેબાઈલ એન્જિનિયરિંગમાં મુક્યાે. સાકિબનું હાલ આખરી વર્ષ ચાલી રહ્યું છે પણ તેણે અત્યારસુધી કાેલેજ અને પિતા પાસે લીધેલા પ્રેકિટલ અભ્યાસને કામે લગાડ્યાે અને પાેતાના પર આવી પડેલી પરિવારની જવાબદારીને ઉઠાવી લીધી. સાકિબ મનય બનારસીએ અત્યારસુધી 50થી 60 બાઈકનું નાનાથી લઈ માેટું માેડીફિકેશન કર્યું છે.જેમાં બુલેટ, હાર્લિ ડેવિડસન સહિત સામેલ છે. સાકિબ ત્રણ વર્ષનાે એન્જિનયિરિંગનાે અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ આ કામ પર વધુ ફાેક્સ કરશે.

જાેેકે, ચાેકબજાર રિહેબ સેન્ટરની પાસે આવેલું વર્ષાે જુનુ તેમના પરિવારનું ગેરેજ હવે હેરિટેજ વિસ્તારમાં આવી ગયું હાેવાથી સુરત મહાનગર પાલિકા તેને ખાલી કરાવી રહી હાેવાથી ભવિષ્ય અંગે તે ચિતિંત જરૂર થયાે છે. તેની લાગણી છે કે સુરત મહાપાલિકા આ માેટા ગેરેજની જગ્યાના બદલે તેમના પરિવારને બીજી જગ્યા ફાળવી આપે.

– મનયે જીમી શેરગિલને કહ્યું હતું કે, પુત્ર મારાે ગુરુ બને તેવી ઈચ્છા છે

 

નવેમ્બર 2018માં ઝી-અનમોલ ચેનલ ઉપર દેશના ચુનીંદા બાઈક મિકેનિક્સને પ્રદર્શિત કરવા માટેનો શો “ગેરેજ ગુરુ” શરૂ થયાે હતાે. આ શાે ફિલ્મ એક્ટર જીમી શેરગિલ હાેસ્ટ કરતાે હતાે. મનય બનારસીની કાબેલિયતને આધારે તેને આ શાેમાં સ્થાન મળ્યું હતું. મનયને જીમી શેરગિલે પૂછ્યુ હતું કે, તમારા ગુરુ કોણ છે, તો તેના જવાબમાં મનય બનારસીએ કહ્યુ હતું કે, આમતો હું મારા મોટાભાઈ મજીદ બનારસી પાસે ગેરેજનું કામ શીખ્યો હતો. એટલે, એ મારા ગુરુ કહેવાય. જોકે, પુસ્તકનું જ્ઞાન નથી મેળવી શક્યો. હવે મારો પુત્ર સાકીબ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરી રહ્યો છે, એથી હવે મારો પુત્ર આ પુસ્તકના નોલેજમાં મારો ગુરુ બને તેવી ઇચ્છા છે. તેના આ જવાબથી જીમી શેરગિલ પણ પ્રભાવિત થયાં હતાં. મનય અચાનક આ દુનિય છાેડી જતાે રહ્યાે પણ પુત્રને આપેલી આ દુઆ ખરા અર્થમાં સાચી ઠરતી દેખાય રહી છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »