• Wed. Feb 1st, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

શું તમે જાણો છો? નં-2 સુરતમાં 3000 સ્કે. કિ.મીમાં સફાઈ થાય છે

સોલિડવેસ્ટમેનેજમેન્ટ

ન્યૂઝનેટવર્કસ ટીમ: સુરત શહેરે વર્ષ 2020-21માં સ્વચ્છતમાં નંબર-2 મેળવ્યો છે. પાછલા વર્ષોની સરખામણીમાં આ ક્રમ લગાતાર સુધર્યો છે અને હવે નંબર 1 ઈન્દોરને પછાડીને તે બિરુદ પોતાના નામે કરવાની મથામણ છે. જોકે, તમને જણાવી દઉં કે સ્વચ્છતાની આ સફર કંઈક આજકાલની શરૂ નથી થઈ. તે શરૂ થઈ 1994ના પ્લેગ બાદથી. સુરત મનપાના તે વખતના તત્કાલિન કમિશનર બી.આર. રાવે તેનો પાયો નાંખ્યો હતો અને તે વખતે શહેરભરમાં સ્લોગનો લાગ્યા હતા ‘સ્વચ્છ સુરત, હરિયાળુ સુરત, આપણું સુરત’. બીઆર રાવ લોકોને ડિસીપ્લીન શીખવવા માટે ખુદ પોતાની કારમાંથી ઉતરી જતા અને તેમની નજર સમક્ષ કોઈ પણ રાહદારી કે ઘરવાળાએ નાંખેલો કચરો ઉઠાવી લેતા હતા. શહેરને વેલપ્લાનિંગ સાથે તેઓેએ આગળ વધાર્યું અને તેમના બાદના કમિશનર જગદીશન અને મહાપાત્રએ તે ક્રમને જાળવી રાખ્યો જે આજદીન સુધી બંચ્છાનિધિ પાનીના સમય સુધી જળવાયેલો રહ્યો છે. હા, ખાસ કરીને 1995થી સત્તામાં આવેલા ભાજપ શાસકોએ અધિકારીઓના સારા ઈરાદાઓ સાથે કદમ મિલાવ્યો. પરિણામ એ આવ્યું કે, વર્ષ 2020 સુધીમાં શહેરનો 3000 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર સફાઈ થતો થઈ ગયો. શહેર ચારેકોરથી વધ્યુ પણ તે મુજબ આયોજનો થતા ગયા. નવા કોન્સેપ્ટ આવતા ગયા અને આજે દાવો કરાય રહ્યો છે કે 99.99 ટકા વિસ્તારના કચરાના નિકાલની સુવિધા ઉભી કરી દેવાય છે. (અપવાદ કેટલીક જગ્યાઓ પર ગંદકી જોવા મળી શકે છે.)

8500થી વધુ સફાઈ કર્મચારી શહેરને કરે છે ચકાચક :

સુરતમાં કુલ 8500થી વધુ સફાઈ કામદારો રાત-દિવસ શહેરની ગલી-મહોલ્લા અને મુખ્ય માર્ગોને ચમકાવવાનું કામ કરતા રહે છે. 230 રૂટ પર 28 સ્વીપર મશીનો ફરી રહ્યાં છે. ખાસ વાત એ છે કે કોવિડના આવવા પહેલા સુરતને કચરાના કન્ટેનર ફ્રી કરવા માટે 1016 કન્ટેન્ટર રાતોરાત ખસેડી દેવાયા અને લોકામાં જાગૃત્તિ લાવીને સુકો-ભીનાે કચરો અલગ પાડીને તેના નિકાલની વ્યવસ્થા ગોઠવવામાં આવી. જોકે, તેમાં બહુ બૂમો ઉઠી. રસ્તા ઉપર બેસાડવામાં આવેલી 3000થી વધુ ક્રેડલ સ્ટેન્ડ ડસ્ટબીન તકલાદી નીકળતા અને તેનો ભાવ પણ બમણો ચુકવાયો હોવાનો વિવાદ ઉઠ્યો હતો અને આરોગ્ય વિભાગ તેમાં ફિક્સમાં મુકાયું હતું. (આ કૌભાંડ અમારા દ્વારા જ ઉજાગર કરવામાં આવ્યું હતું અને ક્રેડલ સ્ટેન્ડ ડસ્ટબિનના ફિટિંગ સાથે ચુકવાયેલી રકમ રૂ. 14500 જેટલીમાં તો 6 ફૂટનો મોટો કબાટ ખરીદી શકાય તે મતલબનો એસ્ટિમેટ સાથેનો અહેવાલ પ્રકાશિત અમે કર્યો હતો અને આરોગ્ય વિભાગની ખાયકીની પોલ ખોલી હતી. તે સંદર્ભે તત્કાલિન મેયર ડો. જગદીશ પટેલે તપાસ સોંપી હતી. આ મામલે ધારાસભ્ય હર્ષ સંઘવીએ અને પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહે પણ પત્ર લખી આરોગ્ય વિભાગ સામે સવાલો ઉઠાવ્યા હતા.)

ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનથી રોજ 2200 ટન કચરાનો નિકાલ કરાય છે:

સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે સુરત મહાનગર પાલિકાએ કન્ટેન્ટર ફ્રી સિટી કરવા સાથે એડવાન્સ વેરો ભરનારા લોકોને સુકો-ભીનો કચરો અલગ તારવે તે માટે ફ્રીમાં ડસ્ટબીન આપવાની શરૂઆત કરી હતી. વર્ષ 2004થી મનપા-ભાજપ શાસકોએ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો અમલ શરૂ કર્યો અને 13 લાખાથી વધુ ઘરોમાંથી 550 થી વધુ કચરાગાડીઓ કચરો ઉપાડવાનું કામ કરાય છે અને 2298 સ્થળોએ મુકાયેલા ડસ્ટબીન મળીને કુલ 2200 ટન કચરો એકત્રિત કરી ડમ્પીંગ સાઈડ પર લઈ જવામાં આવે છે. તે માટે આરોગ્ય વિભાગે અલગથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ ઊભું કર્યું છે અને સ્માર્ટ સિટી અંતર્ગત તેના મેનેજમેન્ટની પ્રક્રિયાનું મોનિટરિંગ જીપીએસ અને સીસીટીવીના માધ્યમથી કરવામાં આવે છે. કચરાનું વર્ગીકરણ, વનજ અને બિલિંગ પ્રક્રિયા ઓટોમેટિક ઓનલાઈન કરાય રહી હોવાનો દાવો કરાય રહ્યો છે.

જોકે, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના તમામ ઝોનના કોન્ટ્રાક્ટરો કચરો ઉઠાવવાથી લઈ વજન કરાવવામાં ગોબાચારી કરતા હોવાનો અનેક દાખલાઓ છે અને વારંવાર વિવાદો થઈ રહ્યાં છે.

( હાલમાં જુલાઈ-2021માં સેન્ટ્રલ ઝોનના ઈજારાદાર જીગર ટ્રાન્સપોર્ટ અને રાંદેર ઝોનના ઈજારદાર વેસ્ટર્ન ઈમેજનરી ટ્રાન્સપોર્ટ પ્રા. લિ. સહિત સામે ગોબાચારી કરવા સંદર્ભે તપાસ સોંપવામાં આવી હતી અને તેનો રિપોર્ટ મનપા કમિશનરને રજૂ થવાનો હતો પરંતુ આ બંનેના સુપરવાઈઝરો કમ વચેટિયા વીકી, રાજુ અને સહદેવે અધિકારીઓ સાથે સેટિંગ પાડી દઈ મામલો રફે દફે કરાવી દીધો હોવાની ચર્ચા છે. આ લોકો મનપાને તો ચુનો ચોપડે જ છે સાથોસાથ કર્મચારીઓના હકનો પગાર ન આપીને તેમજ પીએફ, ઈએસઆઈમાં પણ છેતરપિંડી કરે છે. કર્મચારીઓના બેંક એકાઉન્ટ ખોલાવીને તેમની પાસબુક, એટીએમ પોતાની પાસે રાખીને માત્ર રૂ. 7000 ચુકવતા હોવાની ફરિયાદો પણ થઈ છે. જે તપાસમાં પણ ભીનું સંકેલી લેવાયા હોવાનું કહેવાય છે. સફાઈ મામલે સારું કામ કરનારા ભાજપ શાસકો આ મામલે ધ્યાન આપે તે જરૂરી છે.નહીંતર અધિકારીઓ-કોન્ટ્રક્ટરોની મિલીભગતથી આચરતા આર્થિક કૌભાંડોમાં જવાબ તો શાસકોને જ આપવાનો વારો આવી રહ્યો છે.)

સ્માર્ટ ગાર્બેજ બીન:

સુરત મનપાએ સુરતને કન્ટેનર ફ્રી સિટી કરવા સાથે 1016 કચરાપેટી હટાવી દીધી અને સ્માર્ટસિટી અંતર્ગત 75 જેટલા સ્થળોએ અંડરગ્રાઉન્ડ સ્માર્ટ કચરાપેટી ઈન્સ્ટોલ કરાવી. તેમાં કચરો સંગ્રહ કરવાની ક્ષમતા 1.50 ટન કચરાની છે. આ કચરાપેટીની વિશેષતા એ છે કે, તે અંડરગ્રાઉન્ડ હોવાને કારણે તેમાંનો પ્રવાહી નીચે જમીનમાં ઉતરી જાય છે. 70 ટકા ભરાય જાય ત્યારે તેમાંના સેન્સરથી કમાન્ડ સેન્ટરને જાણ થઈ જાય છે. જેથી, ઓવરફ્લોનો પ્રશ્ન નડતો નથી.

આેર્ગોનિક વેસ્ટ કન્વર્ટર યોજના: વર્ષ 20217માં આ યોજના શહેરની હદમાં આવતી 5000 ચોરસમીટર ક્ષેત્રફળ સુધીની સોસાયટીમાં નિ:શુલ્ક અને 5000થી 20,000 ચો.મીમાં પ્લાન્ટનો 50 ટકા ખર્ચ પાલિકા જ્યારે 50 ટકા ખર્ચ ચુટાયેલા જન પ્રતિનિધિઓની ગ્રાંટમાંથી મળવા પાત્ર બનાવ્યો. અત્યારસુધી 100થી વધુ સોસાયટીએ આ યોજનાનો લાભ લીધો. આ યોજના અંતર્ગત સોસાયટીઓ કચરામાંથી ખાતર બનાવી બગીચા-વૃક્ષો માટે ઉપયોગમાં લઈ શકે અને તેમનું ભારણ પણ ઘટાડી શકે છે.

વેસ્ટમાંથી બેસ્ટ યોજના: ખરાબ પાણીને ટ્રીટ કરવા ઉપરાંત કચરાને પણ અલગ પાડીને તેને પ્રોત્સાહન આપવાની પ્રક્રિયા મનપાએ અપનાવી છે. બાંધકામ કચરામાંથી પણ પેવર બ્લોક બનાવાય રહ્યાં છે. લીલા શાકભાજી, ફૂલહારમાંથી ઓર્ગોનિક ખાતર બનાવાય છે. પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને રસ્તા પણ બનાવાય રહ્યાં છે. દવાખાના-હોસ્પિટલોનો બાયો મેડીકલ વેસ્ટના 2.5 મેટ્રીક ટન કચરાને પણ ટ્રીટમેન્ટ કરી નિકાલ કરાય છે. ઓદ્યોગિક સ્થળો, રેસ્ટોરન્ટ સહિતના કચરા માટે બે મોબી ટ્રેશ- ઓર્ગોનિક કન્વટર વેન પણ કાર્યરત છે. તેની સંખ્યા હવે પાંચ કરાશે.

  • રાજા શેખ (98980 34910)


ડાેર ટુ ડાેર ગારબેજ કલેક્શનમાં કોન્ટ્રાક્ટરો -સોલિડ વેસ્ટના અધિકારીઓ દ્વારા કરાતી ગોબાચારી અને મનપાને ચુનો ચોપડી ભાજપ શાસકોનું નામ માટી પલીત કરવાના કેટલાક ન્યૂઝ નેટવર્કસે લખેલા અહેવાલો વાંચવા નીચે આપેલી લિંક પર કલીક કરાે.

ફાઈલ તસ્વીર: કચરાને બદલે માટી ભરાઈ રહી છે.

ડોર ટુ ડોરના ડ્રાઈવરો કહે છે, રાજુ અને વીક્કી બળજબરીથી ભંગાર ટ્રાન્સફર સેન્ટરમાં આપવા મજબૂર કરે છે!

https://newsnetworks.co.in/2021/07/13/door-to-door-drivers-say-raju-and-vicky-are-forcibly-handed-over-to-the-scrap-transfer-center/embed/#?secret=pVtGhtMEpthttps://newsnetworks.co.in/2021/07/13/door-to-door-drivers-say-raju-and-vicky-are-forcibly-handed-over-to-the-scrap-transfer-center/

ડોર ટુ ડોર થકી ભેગું કરાતા પ્લાસ્ટિક વેસ્ટને રિસાઈકલ કરવાને બદલે વેપલો?

https://newsnetworks.co.in/2021/07/05/sales-instead-of-recycling-plastic-waste-collected-door-to-door/embed/#?secret=95rVLATwQyhttps://newsnetworks.co.in/2021/07/05/sales-instead-of-recycling-plastic-waste-collected-door-to-door/

લબાડ કામગીરી અંગે ઈકાેવિઝનને આરાેગ્ય વિભાગે દસ-દસ નાેટીસાે ફટકારી છતા કેમ છાવરી રહ્યું છે?

https://newsnetworks.co.in/2021/07/04/why-is-the-health-department-slapping-ecoavision-with-ten-notices-on-fraudulent-activities/embed/#?secret=JGuvi10mQUhttps://newsnetworks.co.in/2021/07/04/why-is-the-health-department-slapping-ecoavision-with-ten-notices-on-fraudulent-activities/

શોષણની હદ: પ્લાસ્ટિક વેસ્ટ નિકાલનો કોન્ટ્રાક્ટ પીપીપી હેઠળ પણ કામ કરવું પડે છે ડોર ટુ ડોરના કામદારોને!

https://newsnetworks.co.in/2021/07/02/extent-of-exploitation-in-surat-solid-west-department/embed/#?secret=qptbkfC60Qhttps://newsnetworks.co.in/2021/07/02/extent-of-exploitation-in-surat-solid-west-department/

ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરએ કામદારની પત્નીના નામે પણ ખોલાવ્યું ડમી એકાઉન્ટ?

https://newsnetworks.co.in/2021/07/01/door-to-door-contractor-also-opened-a-dummy-account-in-the-name-of-the-workers-wife/embed/#?secret=pet2Er2bgQhttps://newsnetworks.co.in/2021/07/01/door-to-door-contractor-also-opened-a-dummy-account-in-the-name-of-the-workers-wife/

કામદારોનું શોષણ: ડોર ટુ ડોર ગાર્બેજ કોન્ટ્રાક્ટરોનું ગુનાહિત કૃત્ય: મનપા ક્યારે નોંધાવશે ફોજદારી ?

https://newsnetworks.co.in/2021/06/30/door-to-door-garbage-contractors-criminal-act-when-will-the-smc-register-a-criminal-case/embed/#?secret=degcu4RUHshttps://newsnetworks.co.in/2021/06/30/door-to-door-garbage-contractors-criminal-act-when-will-the-smc-register-a-criminal-case/

શોષણ: ડોર ટુ ડોર ગાર્બેજના કામદારોનો ચોપડે પગાર 21000 પણ ચુકવાય છે માત્ર 7000 રૂપરડી!!

https://newsnetworks.co.in/2021/06/29/exploitation-door-to-door-garbage-workers-book-salary-is-21000-but-only-7000-is-paid/embed/#?secret=QSBPDaM606https://newsnetworks.co.in/2021/06/29/exploitation-door-to-door-garbage-workers-book-salary-is-21000-but-only-7000-is-paid/

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published.

Translate »