ગુજરાતમાં વધતા જતા બળાત્કારના વિરોધમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન

ગુજરાત માં રોજે રોજ બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. તે ડામવા માં સરકાર નિષ્ફળ ગઈ હોવાના આરોપ સાથે સુરતમાં આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આપનો આરોપ…

છેલ્લા બે વર્ષ દરમ્યાન ૨૭૦૦ જેટલી બળાત્કારની ઘટનાઓ ઘટી છે. ઓક્ટોબર મહિના દરમ્યાન પણ લગભગ રોજે રોજ બળાત્કારની ઘટનાઓ જોવા મળી છે. ગાંધી અને સરદારના ગુજરાતને નલિયા કાંડના નરાધમોનું ગ્રહણ લાગ્યું હોય તેમ ગુજરાત બળાત્કારનું હબ બની રહ્યું છે તેવો આપ સુરત શહેર પ્રભારી રામ ઘડુકે આક્ષેપ કર્યો હતો.

નારી તુ નારાયણી વાળા ગુજરાતમાં નારી તુ રોજ હણાયી જેવો ઘાટ સર્જાયો છે અને ગુજરાત સરકાર નારી સુરક્ષા માટે તમામ પ્રકારના કડક પગલાં લેવામાં નિષ્ફળ નીવડી છે.
બળાત્કારના ભોગ તરીકે જ્યારે યુવાન બહેનો અને માતાઓની સાથે સાથે કુમળી વયની નિર્દોષ ફૂલ જેવી બાળકીઓ પણ પીખાઈ રહી છે અને તેઓનો અવાજ દબાવી દેવા હત્યાઓ પણ થઈ રહી છે, ત્યારે જરૂરી કડક કાયદા અને તેના અસરકારક અમલીકરણના અભાવે નિ:સહાય પ્રજાના આક્રોશનો બંધ ગમે ત્યારે તૂટી શકે તેવી ભીતિ સેવાઇ રહી છે.

ગુજરાતની પ્રજાને આજે સી પ્લેનની નહિ પરંતુ
નારી સુરક્ષા વાળા શી પ્લાનની તાતી જરુર છે…

સ્ત્રીઓનું વિવિધ પ્રકારે જાતીય શોષણ ગુજરાતમા સામાન્ય થઈ ગયું છે અને સાથે સાથે ગેંગરેપ કર્યા બાદ હત્યાઓ જેવા ઘાતકી બનાવો બની રહયા છે, તેવા કપરા સંજોગોમાં બેજવાબદાર વિપક્ષની જેમ ગુજરાત રાજ્યની આંખ આડા કાન કરનારી કોંગ્રેસનુ સંવેદનાહીન બેદરકાર રાજકીય વલણ અનેક સવાલો ઉભા કરે છે.પરંતુ આમ આદમી પાર્ટી રાજ્યમાં કથળેલી કાયદા વ્યવસ્થાને લઈને ભાજપની સુતેલી ગુજરાત સરકારને જગાડવા કટિબદ્ધ છે..બળાત્કારની ઘટનાઓ સમાજ માટે કોરોના જેટલી જ ગંભીર મહામારી છે અને જેમ બનાસકાંઠાના દિયોદર તાલુકામાં બન્યું, સાબરકાંઠાના હિંમતનગરના વિસ્તારમાં બન્યુ, જામનગરમાં બન્યું, ધ્રોલ વિસ્તારમાં બન્યું, વડોદરા જિલ્લામાં બન્યું તે આ ગાંધી સરદારના રાજ્ય માટે ઘૃણાસ્પદ ઘટના છે છતાં ગુજરાત સરકારના પેટનું પાણી પણ હલતું નથી તેવું સુરત શહેર પ્રમુખ લક્ષ્મણભાઇ સુખડીયાએ જણાવ્યુ હતુઆ માટે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની તમામ દીકરીઓને ન્યાય મળે તે માટે આહવાન આપી રહી છે. જેથી આજે  31.10.2020 ના રોજને રાજયસ્તરે બળાત્કાર વિરોધી દિન  પ્રસ્થાપિત કરી  રાજયસ્તરે સરકારને આ બાબતે ગંભીર રીતે પગલાં લેવા માટે રૂપાણી સરકારને સૂચન કરાયું હોવાનું પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાળીયાએ જણાવ્યુ હતુ.

Leave a Reply

Translate »