પરેશાન રત્નકલાકારોને બોનસ અપાવડાવો, કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બનાવો

હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો છેલ્લા ઘણા સમય થી બેરોજગારી અને આર્થિકતંગી નો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ના કારણે જે લોકડાઉન જાહેર કરવા મા આવ્યુ તેની ગંભીર અસર રત્નકલાકારો ઉપર પડી છે ત્યારે તેઓને આ દિવાળીનું બોનસ માલિકો પાસે અપાવવા માટે ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાત દ્વારા માંગ કરવામાં આવી છે.

યુનિયને આવેદન પત્રમાં લખ્યું છે કે,  સરકારે મોટા ઉપાડે એવી જાહેરાત કરી હતી કે લોકડાઉન મા કામદારો ને પગાર ચૂકવવો પડશે પણ સરકાર પોતાના નિર્ણય નો અમલ હીરાઉધોગ સહિત ક્યાંય કરાવી શકી નથી અને હાલ લોકડાઉન નો કેસ સુપ્રીમ કોર્ટ મા ખૂબ ધીમી ગતિ એ ચાલી રહ્યો છે. લોકડાઉન દરમિયાન રત્નકલાકારો ને પગાર ચૂકવવા મા ના આવતા ભારે આર્થિકતંગી મા ફસાય ગયા છે જ્યારે બીજી તરફ સરકાર દ્વારા પણ રત્નકલાકારો ને કોઈ જ સહાય કે મદદ કરવા મા આવી નથી અને સાવ નિરાધાર અને રામ ભરોસે છોડી દેવા મા આવ્યા છે.  જેના કારણે લોકડાઉન દરમિયાન અંદાજે 15 રત્નકલાકારો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે ત્યારે આજરોજ ડાયમંડ વર્કર યુનીયન ગુજરાત દ્વારા સુરત જિલ્લા કલેકટર ડેપ્યુટી લેબર કમિશનર તથા સંયુક્ત નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામા આવી છે કે હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો ને દિવાળી એ બોનસ એકટ મુજબ નુ બોનસ મળવુ જોઈએ.

બોનસ યુકવવા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બનાવો

યુનિયન ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે હીરાઉદ્યોગમા કામ કરતા રત્નકલાકારો ને લેબર કાયદા મુજબ બોનસ ચૂકવવા મા આવે એના માટે કલેકટર ના નેતૃત્વમા એક સમિતિ બને અને તેમા ડેપ્યુટી લેબર કમિશનર તથા સંયુક્ત નિયામકશ્રી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ને સભ્ય બનાવી રત્નકલાકારો ને બોનસ મળે એ બાબતે પ્રયત્ન કરવા મા આવે. કેમ કે હીરાઉધોગ ના રત્નકલાકારો ના પગાર 25% થી 35% સુધી ઘટાડી દેવા મા આવ્યા છે રત્નકલાકારો ને લોકડાઉન નો પગાર ચૂકવવા મા નથી આવ્યો તથા રત્નકલાકારો ને સરકાર દ્વારા પણ કોઈ સહાય કે મદદ કરવા મા આવી નથી. ત્યારે હીરાઉધોગ મા હાલ તેજી નુ વાતાવરણ હોવા છતાં રત્નકલાકારો ના પગાર મા કોઈ જ વધારો કરવા મા આવ્યો નથી માટે અમારી માંગણી છે કે રત્નકલાકારો ને દિવાળી એ બોનસ ફરજિયાત ચૂકવવા મા આવવો જોઈએ એવી માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Translate »