સુરત – અડાજણ વિસ્તાર ના મધુવન સર્કલ માંથી દુર્લભ પ્રજાતિ નો બિનઝેરી સાપ મળી આવ્યો. જેની જાણ થતા એનિમલ ફ્રેન્ડ સંસ્થા ના યતીન પરમાર અને વનવિભાગ સાથે ગૌરાંગ વકીલ તથા ચિરાગ પટેલ એ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી વનવિભાગ ખાતે સોંપવામાં આવ્યો. વધુ માં જાણવા મળ્યું કે આ સાપ નું નામ લૅઉસ્ટીક કોમન સેન્ડ બોઆ જેને ગુજરાતી સફેદ બન્ફોડી નામે ઓળખવામાં આવે છે જે મોટે ભાગે ડાંગ જેવા જંગલ વિસ્તાર માં જોવા મળે છે.તે સફેદ રંગ માં ખૂબ ઓછો જોવા મળે છે.જેથી આવા કોઈ પણ સાપ જોવા મળતા લોકો ને અપીલ કરવામાં આવે છે કે તરત જ વનવિભાગ અથવા શહેર માં સ્થિત પશુપ્રેમી સંસ્થા નો સંપર્ક કરવો.
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]