આ મહિલા 19 દિવસની સારવારમાં 12 દિવસ બાયપેપ પર રહ્યાં પણ કોરોનામુક્ત થયા

કોરોના વાયરસ મોટી ઉમરના લોકોને સૌથી વધારે અસર કરે છે. આંકડાઓ ચકાસીએ તો ૪૫ થી ૬૫ વર્ષની મોટી ઉંમરના લોકો માટે કોરોના જોખમી સાબિત થયો છે. પણ જેની ઇમ્યુનિટી સારી એવા વડીલો કોરોનાને મ્હાત આપવા સફળ થયા છે એવું સુરતના કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયેલા ૪૯ વર્ષીય ફાતિમાબેન શાહને જોઈને કહી શકાય. ફાતિમાબેન નવી સિવિલમાં ૧૯ દિવસની સારવારમા ૧૨ દિવસ બાયપેપ રહીને કોરોનામુક્ત થયા છે.
ફાતિમાબેન ભેસ્તાન આવાસમાં પરિવાર સાથે રહે છે. તેઓ જણાવે છે કે “ તા.૧૭ ઓકટોબરના રોજ અચાનક શ્વાસ લેવામાં તફલીફ પડવા લાગી, જેથી પરિવાર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવા તૈયાર થયા. પરંતુ મારા મોટાભાઇ જાકિરે કહ્યું કે, ખાનગી હોસ્પિટલ કરતાં સિવિલ હોસ્પિટલમાં સારી સારવાર મળે છે, અને ત્યાં તમામ સુવિધા ઉપલબ્ધ હોય છે. જેથી મારા ભાઇ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા, જ્યાં મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. ઓક્સિજન લેવલ ઓછું હોવાથી કોવિડ-૧૯ના આઇસીયુ વોર્ડમાં દાખલ કરી બાયપેપ પર રાખવામાં આવી હતી. જ્યાં સમયસર તબીબો તપાસ કરવા માટે આવીને આશ્વાસન આપતા હતા. સિવિલમાં આટલી સારી સારવાર મળશે એવું વિચાર્યું ન હતું, સ્વસ્થ થઈ જતાં તા.૦૪ નવેમ્બરે રજા આપવામાં આવી હતી. સિવિલના તબીબોનો ખુબ આભાર માનું છું. ”
ફાતિમાબેનના ભાઈ જાકિરભાઇ શાહે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, ‘એક સમયે બહેનને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો વિચાર કર્યો. પણ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ચિફ સિક્યોરીટી ઓફિસર હરેનભાઈ ગાંધી સાથે મુલાકાત દરમિયાન કહ્યું કે, બહેનને બચાવવી હોય તો અહિંયા જ સારવાર કરાવો. એમની વાત માની સિવિલમાં જ સારવાર લીઘી હતી. સિવિલ હોસ્પિટલમાં ૧૯ દિવસની સારવાર બાદ આજે મારી બહેન ઘરે પરત ફરી રહી છે. બહેનને મોતના મુખમાંથી બચાવી સ્વસ્થ કરનારા તબીબોનો દિલથી આભાર વ્યક્ત કરું છું.
સિવિલ હોસ્પિટલના તબીબોની નિસ્વાર્થ સેવા અને ફરજનિષ્ઠાને કારણે અનેક સંક્રમિત લોકો સંક્રમણમુક્ત બની સ્વગૃહે પરત ફરી રહ્યા છે. સિવિલ સર્જન ડો.અશ્વિન વસાવા, ડો.અજય પરમાર, ડો શ્વેતા રાજકુમાર, ડો.ટવીંકલ પટેલ દ્વારા સારવાર તથા સંપુર્ણ કાળજી લેવામાં આવતી હતી

Leave a Reply

Translate »