દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થતાં તંત્ર એકશનમાં આવ્યું છે સુરત ની સિવિલ અને સ્મીમેર નું તંત્ર પણ હરકતમાં આવી ને બેઠક કરી હતી.. આ બંને હોસ્પિટલ મળીને 1584 બેડ ખાલી છે.
સિવિલમાંવેન્ટિલેટર સાથેના ૩૫૦ અને સ્મીમેરમાં ૧૨૦ બેડની વ્યવસ્થા છે . કોવિડ હોસ્પિટલમાં 824 બેડ ખાલી છે. જ્યારે સ્મીમેરમાં મલ્ટીલેવલ પાર્કિંગ માં બનાવવામાં આવેલા કોલ સેન્ટરમાં 520 ખાલી છે જ્યારે સ્મીમેર હોસ્પિટલ ની બિલમાં 240 પેટ ખાલી છે આ ઉપરાંત આજે હોસ્પિટલમાં ૧૨૦ જેટલા વેન્ટિલેટર ની સુવિધા સાથેના બેડ પણ ઉપલબ્ધ છે બંને હોસ્પિટલના અધિકારીઓ એ તમામ નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ ડોક્ટર ની ડ્યુટી ને સ્ટેન્ડબાય કરવાની કવાયત હાથ ધરી છે આ ઉપરાંત સિવિલ ની વાત કરીએ તો અહીં કિડની હોસ્પિટલમાં પણ 800 બેડની વધારવાની સુવિધા અગાઉથી જ ઊભી કરી દેવામાં આવી છે પરિણામે હાલ સુરતમાં કેસોની સંખ્યા જોતા આટલા બેડ સરકારી હોસ્પિટલમાં પર્યાપ્ત છે સુરત મહાનગરપાલિકાએ ખાનગી હોસ્પિટલો સાથે પણ કરાર કર્યા છે તેમાંથી ઘણા બેડ ખાલી હોવાનું જાણવા મળ્યું છે હાલમાં જ હોસ્પિટલમાં 10 ટકા દર્દી સારવાર લઈ રહ્યા છે જ્યારે મોટાભાગના દર્દીઓ ઘરે જ સારવાર લઇ રહ્યા છે .
સુરતમાં શુક્રવારે 205 શહેર અને જિલ્લામાં 41 કેસ નોંધાયા હતા જ્યારે 209 લોકો ને રજા આપવામાં આવી હતી હાલ સુરત શહેર-જિલ્લામાં 161 કેસ એક્ટિવ છે .