ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસારતા.૧/૧/૨૦૨૧ની લાયકાતની તારીખના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો માટે તા.૧૫મી ડિસેમ્બર સુધીમાં મતદાર નોંધણી અધિકારી પાસે નામોની પોતાના મતદારયાદીમાં નવા નામોની નોંધણી, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ ઓફિસરોને હક્ક દાવાઓ રજુ કરી શકશે.
આવતીકાલ રવિવારે તા.૨૨/૧૧/૨૦૨૦ના રોજ ખાસ ઝુંબેશના દિવસે સવારે ૧૦.૦૦થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી નજીકના મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસર દ્વારા હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત તા.૨૯/૧૧/૨૦, તા.૬/૧૨/૨૦૨૦ તથા તા.૧૩/૧૨/૨૦૨૦ રવિવારના દિવસોમાં પણ ઝુંબેશ હાથ ધરાશે.
મતદારોમાં નામ દાખલ, કમી કે વિગતોમાં સુધારા માટેના ઓનલાઈન માધ્યમોમાં દ્વારા પણ કરી શકાશે. મતદારો www.nvsp.in માં મતદારયાદીમાં નામ છે કે નહી તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરવામાં આવશે. Voter helpline મોબાઈલ એપ્લીકેશન પરથી મતદારયાદીમાં નામ છે કે, નહિ તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરી શકાશે.
હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પરથી મતદારયાદી માટેની માહિતી મેળવી શકાશે.
ઓનલાઈનઃ- ceo website:http//www.ceo.gujarat.gov.in પર અરજી કરી શકાશે તેમ અધિક જીલ્લા ચુંટણી અધિકારી દ્વારા જણાવાયું છે.