મુખ્યમંત્રી વિજય રૂપાણી કરશે ચાર ઈ-બસાેનું ઉદ્દઘાટનઃ આગામી સમયમાં સુરતના માર્ગાે પર દાેડશે આવી 150 બસ
- રાજા શેખ, સુરત
સુરત શહેરના રસ્તાઓ પર પર્યાવરણની જાળવી માટે ઈલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલ 12 ડિસેમ્બરથી ચાર બસાે સુરતના માર્ગાે પર દાેડતી જાેવા મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેનુ ઉદ્ગાટન કરવાના છે ત્યારે સુરત આરટીઆેમાં આ ચાર ઈલેક્ટ્રીક બસનું પાસિંગ આેલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડ દ્વારા કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. 1 કરાેડ 14 લાખની કિંમતની આ એક ઈલેક્ટ્રીક બસ માટે સુરત આરટીઆેએ 2.14 લાખનાે ટેક્સ, રજીસ્ટ્રેશન ફી, આરસી બુકની ફી સહિતની ફી વસૂલ કરી પાસ કરી છે. આવી ચાર બસાેની ફી મળી કુલ 8.56 લાખની રકમ ભરાવી છે. સુરત મહાનગર પાલિકા આવી 150 બસ ખરીદશે અને એક બસ પર કેન્દ્ર સરકાર દ્વારા 45 લાખ રૂપિયા સબસિડી આપવામાં આવી છે. આમ તાે સુરત મનપાએ આવી 300 ઈ-બસની માંગણી કરી હતી પરંતુ મંજૂર 150 જ કરવામાં આવી છે. -
ચાર મહિના પહેલા ટ્રાયલ રન લેવાય હતી.
સુરતમાં પ્રથમ બસની ટ્રાયલ ચાર મહિના પહેલા લેવામાં આવી હતી. જે રંગ ઉપવન અને મક્કાઈ પૂલ વચ્ચે ચલાવાય હતી.. આ ટ્રાયલ રનમાં પાલિકાના મેયર ડો. જગદીશ પટેલ, ડેપ્યુટી મેયર નિરવ શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન અનિલ ગાેપલાણી, પાલિકા કમિશનર બંછાનિધિ પાની અને કાઉન્સિલર તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે. આ બસના ઓપરેશન એન્ડ મેઈન્ટનન્સની કામગીરી સુરત મ્યુનિસિપાલિટી હસ્તે રહેશે. જાેકે, આેલેક્ટ્રા કંપની 10 વર્ષ સુધી તેની સર્વિસ આપશે અને તે માટે અલગથી ચાર્જિંગ સ્ટેશન અને આેપરેશન સ્ટેશન પણ બનાવાશે. સુરત મનપાએ 50 ચાર્જિંગ સ્ટેશન માટેની કવાયત હાથ ધરી છે.
– દેશના 64 શહેરમાં 5595 બસ ચલાવવાનુ્ં પ્લાનિંગઃ જાણાે કંપનીના દાવા શું છે?
કેન્દ્ર સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ હેવી ઈન્ડ. દ્વારા જાહેર પરિવહનાં સ્વચ્છ ગતિશીલતાને વધુ પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે ભારતના 64 શહેરમાં 5595 ઈલેક્ટ્રીક બસ ફાળવવા માટેનો નિર્ણય કર્યો હતો. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ સુરત મહાપાલિકાએ માંગેલી 300ની જગ્યા અડધી 150 બસ આપવાનું નક્કી કરાયું છે. સરકારે ઈલેક્ટ્રીક બસની સબસીડીની સ્કીમ હેઠળ ગુજરાત માટે 550 બસની ફાળવણી કરી છે. આ યોજના હેઠળ સુરત મ્યુનિ.ને 150 બસ ફાળવવાનો નિર્ણય કરવામા આવ્યો છે. સુરત મહાનગરપાલિકાને 150 બસ માટે રૂ.67.50 કરોડ રૂપિયાની સબસિડી મળશે. બીજી તરફ, દહેરાદૂનમાં 10 ડિસેમ્બરથી 30 ઈ-બસ દાેડાવવાનું શરૂ કરાયું છે. ગાેવા અને સેલવાસમાં 25-25 બસ દાેડાવાશે. કંપનીએ અત્યારસુધી દેશની 15 સિટીમાં આ બસની ટ્રાયલ પુરી કરી છે. જેમાં 5 લાખથી વધુ કિલાેમીટર આ બસ ચલવી ચુક્યા છે. કંપનીનાે દાવાે છે કે, 1.70 લાખ લિટર ડિઝલ હાલ સુધી બચાવાયું છે. જેનાથી 78 લાખની બચત થઈ છે. જ્યારે એક વર્ષમાં 2700 જેટલા ઝાડ જેટલું કાર્બન હવામાંથી આેછુ કરવામાં મદદ મળી છે. કંપનીનાે દાવાે છે કે, ઈ-બસ પર્યાવરણની જાળવણી તાે કરશે જ સાથાેસાથ યાત્રીઆેની સુરક્ષા પણ કરશે. બસમાં સીસીટીવી કેમેરા, ડિસ્કબ્રેક વીથ ઈબીસી સિસ્ટમ, રિયલ ટાઈમ ટ્રેકિંગ સિસ્ટમ પણ બેસાડાય છે. વારંવાર ચાર્જ કરવાની પણ જરૂરિયાત નથી. તે એક સાથે 190 કિલાેમીટર સુધી દાેડી શકે છે અને તેમાં ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ બેસાડવામાં આવી છે. આખી બસની બેટરી ફુલ ચાર્જ કરવા માટે 2 કલાક જેટલાે જ સમય જાય છે. બેટરી એક નથી પણ તેમાં જુદાં જુદાં સિલિન્ડર સિસ્ટમ છે , એટલે કે બગડે ત્યારે આખી બેટરી નહીં પણ ડેમેજ સિલિન્ડર જ બદલવાનું રહે છે. જ્યારે બસના રુફ પર સાેલાર સિસ્ટમ પણ હાેવાનું કહેવાય છે જે બેકઅપ તરીકે ઉપયાેગ કરી શકાય છે. હવે સુરતમાં ચાર બસ પ્રારંભિક તબક્કે દાેડાવાય રહી છે ત્યારે જાેવું એ રહે છે કે તે કેટલી કારગર નીવડે છે.